For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

જમ્મુ-કાશ્મીરમાં મોટા આતંકવાદી નેટવર્કનો પર્દાફાશ, નવની ધરપકડ

03:10 PM Nov 10, 2025 IST | revoi editor
જમ્મુ કાશ્મીરમાં મોટા આતંકવાદી નેટવર્કનો પર્દાફાશ  નવની ધરપકડ
Advertisement

નવી દિલ્હીઃ દેશમાં આતંકવાદીઓ કોઈ મોટી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં હોય તેમ લાગી રહ્યું છે, જો કે, બીજી તરફ ભારતીય સુરક્ષા એજન્સીઓ પણ પહેલા કરતા વધારે સાબદી બની છે અને આતંકવાદીઓ અને તેમના નેટવર્કને તોડી પાડવા માટે સતત તપાસ કરી રહી છે. જેના પરિણામ સ્વરૂપે ગુજરાતમાં એટીએસની ટીમે 3 આતંકવાદીઓને ઝડપી લીધા હતા. જેની તપાસમાં આતંકવાદીઓ હવા અને ખોરાકમાં ફેર મીલાવીને મોટી માત્રામાં લોકોની હત્યાનું કાવતરુ ઘડી રહ્યાંનું ખુલ્યું છે. દરમિયાન આજે હરિયાણામાંથી મોટી માત્રામાં વિસ્ફોટક સામગ્રી જમ્મુ-કાશ્મીર પોલીસે દરોડા પાડીને ઝડપી પાડી છે, વિસ્ફોટક સામગ્રી અને હથિયારો સાથે બે આતંકવાદીઓને ઝડપી લેવામાં આવ્યાં હતા. હવે જમ્મુ-કાશ્મીર પોલીસે મોટા આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય આતંકી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. જે પ્રતિબંધિત સંગઠનો જૈશ-એ-મોહમ્મદ અને અંસાર ગઝવત-ઉલ-હિંદ સાથે જોડાયેલ હતું. આ ઓપરેશન દરમિયાન બે તબીબ સહિત નવ ત્રાસવાદીઓને ઝડપી લેવામાં આવ્યાં છે. તેમજ તેમની પાસેથી જંગી માત્રામાં હથિયાર, દારૂગોળો અને વિસ્ફોટક સામગ્રી મળી આવતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા.

Advertisement

પોલીસના જણાવ્યા મુજબ, 19 ઑક્ટોબર 2025ના રોજ શ્રીનગરના બુનપોરા, નૌગામ વિસ્તારમાં જૈશ-એ-મોહમ્મદના ઘણા પોસ્ટર લગાવવામાં આવ્યા હતા, જેમાં પોલીસ અને સુરક્ષા દળોને ધમકાવતી ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ મામલે ફરિયાદ નોંધીને ખાસ તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ખુલ્યું કે આ નેટવર્કમાં શિક્ષિત અને વ્યવસાયિક યુવાનો સામેલ હતા અને તેનું સંચાલન વિદેશી કનેક્શન અને એન્ક્રિપ્ટેડ ચેનલ્સ મારફતે થતું હતું. તપાસમાં જાણવા મળ્યું કે આ ગ્રુપ એન્ક્રિપ્ટેડ ઑનલાઇન ચેનલો મારફતે ભરતી, ફંડ એકત્રિત કરવું, લોજિસ્ટિક્સ અને સંકલનનું કામ કરતું હતું. ધનરાશિ શૈક્ષણિક અને સામાજિક નેટવર્કો દ્વારા, ધાર્મિક કે ચેરિટેબલ હેતુઓના બહાને એકત્ર કરવામાં આવતી હતી. આ આરોપીઓ યુવાનોને રેડિકલાઇઝ કરવા, હથિયાર અને IED બનાવવાની સામગ્રી મેળવવામાં પણ સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે.

પોલીસે આ પ્રકરણમાં આરિફ નિસાર દર સાહિલ (નૌગામ, શ્રીનગર), યાસિર-ઉલ-અશરફ (નૌગામ, શ્રીનગર), મક્સુદ અહમદ દર શાહિદ (નૌગામ, શ્રીનગર), મૌલવી ઇરફાન અહમદ (શોપિયાન), જમીર અહમદ આહંગર મૂતલાશા (વાકુરા, ગાંધીરબલ), ડૉ. મુજમ્મિલ અહમદ ગણાઈ મુસાયબ (કોઇલ, પંપોર) અને ડૉ. આદિલ (વાનપોરા, કુલગામ)ને ઝડપી લીધા છે. તપાસ દરમ્યાન શ્રીનગર, અનંતનાગ, ગાંધીરબલ, શોપિયાન, ફરીદાબાદ અને સહારનપુરમાં સંયુક્ત શોધ અભિયાન હાથ ધરાયું હતું. આ ઓપરેશન બાદ પોલીસએ જણાવ્યું કે નેટવર્કના આંતરરાષ્ટ્રીય જોડાણો અંગે વધુ તપાસ ચાલુ છે અને અન્ય સંભવિત સહયોગીઓને ઓળખવા માટે ઇન્ટેલિજન્સ એજન્સીઓ સાથે મળીને કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement