For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

કાશ્મીરમાં ડિજિટલ આતંકવાદ સામે મેગા ઓપરેશન : મહિલા સહિત 9 લોકોની અટકાયત

02:05 PM Nov 10, 2025 IST | revoi editor
કાશ્મીરમાં ડિજિટલ આતંકવાદ સામે મેગા ઓપરેશન   મહિલા સહિત 9 લોકોની અટકાયત
Advertisement

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ અને તેમના સહયોગીઓ સામે સુરક્ષા એજન્સીઓ સતત કાર્યવાહી કરી રહી છે. દરમિયાન કાઉન્ટર ઇન્ટેલિજન્સ કાશ્મીર (CIK) એ મોટી કાર્યવાહી હાથ ધરી હતી. ઓનલાઈન આતંકવાદી નેટવર્ક પર કાબૂ મેળવવા માટે શ્રીનગર, કુલગામ, બારામુલા, શોપિયાન અને પુલવામા જિલ્લાઓમાં 10 અલગ-અલગ સ્થળોએ એકસાથે દરોડા પાડવામાં આવ્યા હતા.

Advertisement

CIKને વિશ્વસનીય ગુપ્તચર માહિતી મળી હતી કે કેટલાક લોકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ આતંકવાદને પ્રોત્સાહન આપવા, હિંસા ફેલાવા અને યુવાઓને ભટકાવવા માટે કરી રહ્યા છે. આ આધારે એજન્સીએ ઓપરેશન ચલાવ્યું, જેમાં એક મહિલા સહિત કુલ 9 શંકાસ્પદ વ્યક્તિઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. દરોડા દરમિયાન સિમ કાર્ડ, મોબાઇલ ફોન, ટેબલેટ અને અન્ય ડિજિટલ ઉપકરણો સહિતના અનેક પુરાવા જપ્ત કરાયા છે. એજન્સીના જણાવ્યા મુજબ, ફોરેન્સિક તપાસ બાદ આ ઉપકરણોમાંથી મહત્વના પુરાવા મળી શકે છે જે આગળની કાર્યવાહી માટે મદદરૂપ થશે.

CIKના પ્રવક્તાએ જણાવ્યું કે, આ અભિયાન સ્થાનિક પોલીસની મદદથી હાથ ધરાયું હતું અને ખાસ કરીને એવા લોકોને નિશાન બનાવવામાં આવ્યા, જે રાષ્ટ્રવિરોધી પ્રચાર, સામ્પ્રદાયિક દ્વેષ અને હિંસા ફેલાવવાના પ્રયત્નો કરી રહ્યા હતા. આ પગલું કાશ્મીરની આંતરિક શાંતિ અને સુરક્ષા જાળવવા માટે અત્યંત આવશ્યક ગણાવાયું છે.

Advertisement

CIKના અધિકારીઓએ જણાવ્યું કે આ માત્ર શરૂઆત છે. આવનારા દિવસોમાં વધુ દરોડા અને ધરપકડો થઈ શકે છે. એજન્સીનું લક્ષ્ય છે કે પાકિસ્તાન પ્રોત્સાહિત આતંકવાદી વિચારો અને ઓનલાઈન ચરમપંથી પ્રચારથી કાશ્મીરના યુવાઓને બચાવવાનો અને પ્રદેશમાં કાયમી શાંતિ સ્થાપિત થાય.

Advertisement
Tags :
Advertisement