હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

ઓપરેશન સિંદૂર હેઠળ આગામી દિવસોમાં મોટી કાર્યવાહી થવાની શકયતા

11:26 PM Nov 10, 2025 IST | revoi editor
Advertisement

નવી દિલ્હીઃ પહેલગામ હુમલા બાદ ભારતીય આર્મીએ પાકિસ્તાનમાં ધમધમતા આતંકવાદી અડ્ડાઓને નાશ કરવા માટે ઓપરેશન સિંદૂર હાથ ધરવામાં આવ્યું હતું. તે વખતે સરકાર દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે, હવે જો દેશમાં કોઈ આતંકવાદી હુમલો થશે તો તેને યુદ્ધ ગણીને સૈન્ય કાર્યવાહી કરવામાં આવશે. જેથી દિલ્હીમાં લાલકિલ્લા પાસે થયેલા બ્લાસ્ટને પગલે ભારતીય સેના આગામી દિવસોમાં ફરીથી મોટી કાર્યવાહીને અંજામ આપે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં એટીએસની ટીમ મોટા આતંકવાદી નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીર પોલીસે પણ કાશ્મીર અને હરિયાણામાં મોટી કાર્યવાહી કરીને મોટા આતંકવાદી નેટવર્કનો પર્દાફાશ કરીને બે તબીબ સહિત 9 વ્યક્તિઓની ધરપકડ કરી હતી.. તેમજ હરિયાણામાંથી જંગી માત્રામાં વિસ્ફોટ જપ્ત કર્યો હતો સુરક્ષા એજન્સીઓ આ બંને ઘટનાઓ અંગે તપાસ કરી રહી હતી. દરમિયાન સાંજે દેશની રાજધાની દિલ્હીમાં લાલકિલ્લા પાસે એક કારમાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં 8 વ્યક્તિઓના મોત થયાનું જાણવા મળે છે.. દરમિયાન આ બનાવની તપાસમાં દિલ્હી પોલીસ ઉપરાંત એનઆઈએ સહિતની રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓ પણ જોતરાઈ છે. પોલીસની તપાસમાં આ બ્લાસ્ટમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.

બીજી તરફ ભારતીય આર્મી છેલ્લા કેટલાક દિવસથી ગુજરાત અને રાજસ્થાનમાં પાકિસ્તાન સરહદ પાસે વિશાળ સૈન્ય અભિયાસ કરી રહી છે. દરમિયાન આજે દિલ્હીમાં પ્રચંડ બ્લાસ્ટ થતા ખળભળાટ મચી ગયો છે. તેમજ આગામી દિવસોમાં ભારતીય સેના ફરીથી ઓપરેશન સિંદૂર હેઠળ મોટી કાર્યવાહી કરે તેવી શકયતાઓ જાણકારો વ્યક્ત કરી રહ્યાં છે. જાણકારોના મતે દિલ્હીમાં થયેલો બ્લાસ્ટમાં પાકિસ્તાનમાં ધમધમતા આતંકવાદીઓની સંડોવણી ખુલશે તો ભારતીય સેના દ્વારા આકરામાં આકરી કાર્યવાહી કરવામાં આવશે. ઓપરેશન સિંદૂર વખતે સરકારે કહ્યું હતું કે, આગામી સમયમાં જો દેશમાં ફરીથી આતંકવાદી હુમલો થશે તો તેને યુદ્ધ ગણીને આકરી કાર્યવાહી કરવામાં આવશે. જેથી ભારતીય સેના આગામી દિવસોમાં ફરીથી મોટી કાર્યવાહી કરી શકે છે.

Advertisement

Advertisement
Advertisement
Next Article