For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમૃતસરમાં મોટી કાર્યવાહી: બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ સાથે જોડાયેલા 4 યુવકની ધરપકડ

02:50 PM Sep 29, 2025 IST | revoi editor
અમૃતસરમાં મોટી કાર્યવાહી  બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ સાથે જોડાયેલા 4 યુવકની ધરપકડ
Advertisement

અમૃતસરઃ અમૃતસર પોલીસે એક મોટી કાર્યવાહી કરતાં પટવારખાનાની પાસે એન્ટી-નેશનલ નારા લખનારા ચાર યુવકની ધરપકડ કરી છે. પોલીસ કમિશ્નરે માહિતી આપતાં જણાવ્યું કે, આ તમામ યુવક બબ્બર ખાલસા ઈન્ટરનેશનલના એક્ટિવ ઓપરેટિવ છે અને તરનતારનમાં થયેલી ફાયરિંગ તથા અટેમ્પ્ટ ટુ મર્ડર જેવા ગંભીર ગુનાઓમાં સામેલ હતા.

Advertisement

પોલીસ અનુસાર, ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ ગુરવિંદર ઉર્ફ હરમન, વિશાલ, અફરીદી ધૂત અને પ્રભ દાસૂવાલ તરીકે થઈ છે. આ યુવકોના વિરુદ્ધ પહેલાથી જ અનેક કેસ નોંધાયેલા છે. તેઓ ગ્રાફિટી પેન્ટિંગ, ફાયરિંગ અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓમાં સક્રિય હતા. તપાસમાં ખુલ્યું છે કે, આ યુવકોએ એક મેડિકલ પ્રેક્ટિશનરના ઘર, એક પૂર્વ સૈનિક અને એક શૈક્ષણિક સંસ્થા પર પણ ફાયરિંગ કર્યું હતું. પોલીસે આરોપીઓ પાસેથી 30 બોરની પિસ્તોલ, સ્પ્રે પેન્ટ અને એક બાઈક જપ્ત કરી છે.

કમિશ્નરે જણાવ્યું કે, આ કાર્યવાહી માત્ર એક સંયોગ નથી, પરંતુ ખાલિસ્તાની સમર્થક ગેંગો સામે કડક એક્શન પ્લાનનો ભાગ છે. આ પગલાથી તેમના નેટવર્કને નાબૂદ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ કાર્યવાહી બાદ વિસ્તારમાં સુરક્ષા કડક કરી દેવામાં આવી છે અને અન્ય શંકાસ્પદ લોકોની શોધખોળ ચાલુ છે. પોલીસનું સ્પષ્ટ કહેવું છે કે કોઈપણ પ્રકારની એન્ટી-નેશનલ પ્રવૃત્તિને સહન કરવામાં નહીં આવે અને દોષિતો વિરુદ્ધ કડક કાયદાકીય પગલાં લેવામાં આવશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement