For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

વિસનગરના કડાના વતની મહેશ પટેલનું કુંભમેળામાં ભાગદોડમાં મોત

06:01 PM Jan 30, 2025 IST | revoi editor
વિસનગરના કડાના વતની મહેશ પટેલનું કુંભમેળામાં ભાગદોડમાં મોત
Advertisement
  • મહેશ પટેલ પરિવાર સાથે સુરતમાં સ્થાયી થયા હતા
  • મહેશ પટેલનો મૃતદેહ પોતાના વનત લવાશે
  • મહેશભાઈના મોતથી કડાગામમાં ગમગીની વ્યાપી ગઈ

અમદાવાદઃ  ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભના સંગમ નોઝ પર મંગળવારે મધરાત બાદ થયેલી ભાગદોડમાં 30 શ્રદ્ધાળુઓના મોત થયા હતા. જ્યારે 60 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ દૂર્ઘટનામાં જેમાં એક ગુજરાતી શ્રદ્ધાળુનું દુઃખદ અવસાન થયું છે. મૃતક મહેશભાઈ સોમાભાઈ પટેલ મૂળ મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કડા ગામના વતની હતા અને હાલમાં સુરતમાં સ્થાયી થયા હતા. મહેશભાઈ પટેલના મૃતદેહને ઓન રોડ એમ્બ્યુલન્સમાં વતન કડા ગામે લવાઇ રહ્યો છે.

Advertisement

વિસનગર તાલુકાના કડા ગામના વતની અને વર્ષોથી સુરત ખાતે રહેતા 65 વર્ષીય મહેશભાઈ તેમના સમાજના લોકો સાથે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભમાં સ્નાન કરવા માટે ગયા હતા. જો બુધવારના રોજ મહેશભાઈનું પ્રયાગરાજ ખાતે મોત નીપજ્યું હતું. જોકે મહેશભાઈનું મોત આ નાસભાગ કે પછી એટેક આવવાથી થયું તે અંગે ચોક્કસ માહિતી મળવા પામી નથી.

અત્રે ઉલ્લેખનિય છે કે, બુધવારે વહેલી સવારે પ્રયાગરાજ ખાતે થયેલી ભાગદોડમાં ઘણા લોકોનાં મોત થયાં હોઇ મહેશભાઈનું મૃત્યુ આ ભાગદોડમાં થયું હોવાની વાત જાહેર થઇ હતી. જોકે, પરિચિતોના કહેવા મુજબ, એટેક આવવાથી મૃત્યુ થયું હતું. વહીવટી તંત્રના સૂત્રોએ તેમના સંબંધી પાસેથી મળેલી જાણકારી પ્રમાણે તેમને એટેક આવ્યો હોવાનું જણાવ્યું હતું. મહેશભાઈ પટેલના નિધનથી તેમના વતન વિસનગરના કડા ગામમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું છે. ગામના લોકોના કહેવા મુજબ મહેશભાઈનું પ્રયાગરાજમાં ભાગદોડમાં મૃત્યું થયું છે. મહેશભાઈ સુરત રહેતા હતા પરંતુ તેમના અંતિમસંસ્કાર હાલ તો કડા ખાતે વતનમાં કરવાનું નક્કી કર્યું છે. મહેશભાઈ સ્વાધ્યાય પરિવાર સાથે જોડાયેલા હતા અને કૃતિશિલ હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement