For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

મહાશિવરાત્રિએ સોમનાથમાં સનાતનિયોની ધૂમ, મહાપર્વની મહાઉજવણી

11:57 AM Feb 24, 2025 IST | revoi editor
મહાશિવરાત્રિએ સોમનાથમાં સનાતનિયોની ધૂમ  મહાપર્વની મહાઉજવણી
Advertisement

દેશનાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે શિવરાત્રિનાં પર્વ નિમિતે 3 દિવસનો મહોત્સવ ઉજવવામાં આવશે. સોમનાથ ટ્રસ્ટ અને ગુજરાત ટુરિઝમ વિભાગે આયોજન કર્યું છે. "મહાશિવરાત્રી" 26 ફેબ્રુઆરીએ સવારે 04:00 વાગ્યાથી સતત 42 કલાક ખુલ્લું રહેશે સોમનાથ મંદિર.સવારે 08:00 કલાકે સોમનાથ સમુદ્ર કિનારે હજારો ભક્તોને પાર્થિવ શિવલિંગ મહાપુજા કરાવવામાં આવશે.

Advertisement

દેશનાં ખૂણે ખૂણેથી આવી રહેલાં શ્રદ્ધાળુઓ માટે બેઠક વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે.આ કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહશે અને રાત્રિ રોકાણ પણ સોમનાથ ખાતે કરશે.ઉપરાષ્ટ્રપતિ પણ  આ કાર્યક્રમમાં આવવાની અટકળો લાગી રહી છે.જેને લય તંત્ર દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી છે. સોમનાથ મહોત્સવમાં રાજ્યનાં તેમજ દેશના પ્રખ્યાત અને સુવિખ્યાત કલાકારો પણ પોતાની કલાના કામણ પાથરી ભગવાન ભોળાનાથની આરાધના કરશે.

મોટી સંખ્યામાં આવતા ભક્તોને દર્શન તેમજ ગંગાજળ અભિષેકનો લાભ મળે તે માટે સવારે 8 થી 11 અને સાંજે 1 થી 5 વાગ્યા સુધી વિષેશ પાત્ર સાથે ગંગાજળ અભિષેક વ્યવસ્થા ગોઠવવા માં આવી છે. સંકીર્તન ભવન ખાતે ભક્તોની પ્રિય ધ્વજા પૂજા માટે વિશેષ વ્યવસ્થા કરાશે.સોમેશ્વર મહાપૂજાના બમણાં સ્લોટ્સથી ભક્તોને મળશે પૂજાનો લાભ.

Advertisement

મહાશિવરાત્રી પર ભક્તો 25 રૂપિયામાં કરી શકશે સોમનાથ મહાદેવની બિલ્વ પૂજા, પોસ્ટ મારફતે ભસ્મ,રુદ્રાક્ષ અને નમન મોકલાશે. સોમનાથ મહાદેવને અર્પણ કરાયેલા બિલ્વપત્ર નમન પ્રસાદનું વિશેષ કાઉન્ટર નિકાસ નજીક ગોઠવાશે. દિવ્યાંગ અને વૃદ્ધોને  સ્વાગત કક્ષ ખાતે સતત મળશે ગોલ્ફ કાર્ટ અને વ્હીલચેરની સુવિધા. સફાઈ માટે પ્રથમ વખત તૈયાર કરવામાં આવી સ્ટ્રાઈકિંગ ફોર્સ જેનો સંપર્ક કરતા તરત સફાઈ કરવામાં મદદ કરશે.

■ મહાશિવરાત્રી પર્વે શ્રી સોમનાથ મંદિર કાર્યક્રમ:-

★દર્શન પ્રારંભ સવારે 4-00 કલાકે
★પ્રાતઃમહાપૂજા પ્રારંભ 6-00 કલાકે
★પ્રાતઃઆરતી 7-00 કલાકે
★લઘુરૂદ્ર યાગ સવારે 07:30 થી (મંદિર યજ્ઞશાળામાં)
★શ્રી પાર્થેશ્વર પૂજન સવારે 08:00 કલાકે, (મારૂતિ બીચ)
★નુતન ધ્વજારોહણ સોમનાથ ટ્રસ્ટ દ્વારા સવારે 8-30કલાકે
★શ્રી સોમનાથ મહાદેવની પાલખી યાત્રા સવારે 09:00 કલાકે
★શ્રી સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો દ્વારા શાંતિ પાઠ સવારે 09-00થી 10-00 કલાકે
★શ્રી સોમનાથ પાઘ પૂજન તથા પાઘ શોભાયાત્રા 10-00થી 11-00 શ્રી સોમનાથ મંદિર પરીસર.
★મધ્યાન્હ મહાપૂજા 11-00 કલાકે
★મધ્યાન્હ આરતી બપોરે 12-00 કલાકે
★મહાશિવરાત્રિએ યાત્રિકો દ્વારા નોંધાવવામાં આવેલ વિશેષ બિલ્વપૂજા બપોરે 01-30થી 02-30 શ્રી સોમનાથ મંદિર ગર્ભગૃહ.
★મહામૃત્યુંજય યજ્ઞ પ્રારંભ:બપોરે 03-00થી 06-30 યજ્ઞશાળા, શ્રી સોમનાથ મંદિર.
★શ્રૃંગાર દર્શન ભસ્મ, રૂદ્રાક્ષ, બિલ્વપત્ર સાંજે 4-00થી 8-30 (શિવરાત્રિ મહાત્મ્ય શ્રૃંગાર)
★સંધ્યાવંદન તથા પુરુષુક્તનો પાઠ શ્રી સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો દ્વારા સાંજ 6-00થી 6-45 શ્રી સોમનાથ મંદિર પરીસર.
★સાયં આરતી સાંજે 7-00 કલાકે

★શિવરાત્રી પ્રક્ષાલ પૂજન 8-30 કલાકે
★શિવરાત્રી પ્રથમ પ્રહર પૂજન રાત્રે 8-45 કલાકે.
★શિવરાત્રી પ્રથમ પ્રહર આરતી 9-30 કલાકે.
★શિવરાત્રી જ્યોતપૂજન 10-15 કલાકે
★શિવરાત્રી દ્વિતીય પ્રહર પૂજન પ્રારંભ મધ્યરાત્રે ૧૧-૦૦ કલાકે.
★શિવરાત્રી દ્વિતીય પ્રહર આરતી 12-30 કલાકે
★શિવરાત્રી તૃતીય પ્રહર પૂજન પ્રારંભ 2-45 કલાકે
★શિવરાત્રી તૃતીય પ્રહર આરતી 3-30 કલાકે
★શિવરાત્રી ચતુર્થ પ્રહર પૂજન પ્રાતઃ 4-45 કલાકે
★શિવરાત્રી ચતુર્થ પ્રહર આરતી: સવારે૫-30 કલાકે.

સોમનાથ મહોત્સવ અને મહા શિવરાત્રિ પર્વને ધ્યાને લેતા પોલીસ  દ્વારા ચુસ્ત  બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે. ત્રણ દિવસ માટે સોમનાથ મંદિરની સાથે સાથે મહોત્સવની જગ્યા પણ પોલીસ છાવણીમાં ફેરવાશે. સોમનાથ મહાદેવ મંદિર ઝેડ કેટેગરીમાં આવે છે. પરંતુ મહા શિવરાત્રિ પર્વને કારણે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટવાની શક્યતાને લીધે સોમનાથ મહાદેવ મંદિરની પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement