મહારાષ્ટ્રના વાહન વ્યવહાર મંત્રી પ્રતાપ સરનાયક ગુજરાતની મુલાકાતે
ગાંધીનગરઃ મહારાષ્ટ્ર રાજ્યના વાહન વ્યવહાર મંત્રી પ્રતાપ સરનાઈક ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ગુજરાતના વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવી સાથે તેમણે ગુજરાત એસ.ટી. નિગમની મધ્યસ્થ કચેરીની મુલાકાત લઇ નિગમની મહત્વની કામગીરી અંગે માહિતી મેળવી હતી. ત્યારબાદ, એસ.ટી. નિગમના કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટરની મુલાકાત લઇ, વાહન વ્યવહાર વિભાગ તેમજ નિગમ દ્વારા પૂરી પાડવામાં આવતી વિવિધ સેવાઓ અને સંચાલન પદ્ધતિઓથી અવગત થયા હતા.
આ મુલાકાત દરમિયાન મહારાષ્ટ્ર અને ગુજરાત વચ્ચેના વાહન વ્યવહાર ક્ષેત્રે સહકાર વધારવા તેમજ પ્રગતિશીલ માળખાગત સુવિધાઓ અંગે વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. આ મુલાકાત દરમિયાન ગુજરાત રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી, વાહન વ્યવહાર કમિશનર અનુપમ આનંદ. એસ.ટી. નિગમના મેનેજિંગ ડિરેક્ટર નાગરાજન અને સચિવ રવિ નિર્મલ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતમાં પીપીપી (પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશીપ) મોડલ હેઠળ તૈયાર કરવામાં આવેલા આધુનિક બસપોર્ટ વડોદરા બસપોર્ટની મુલાકાત મહારાષ્ટ્રના મંત્રીએ લીધી હતી.