For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

મહારાષ્ટ્ર ચૂંટણીઃ 7994 ઉમેદવારના ઉમેદવારીપત્રની ચૂંટણીપંચે યોગ્ય ઠેરવ્યાં

12:33 PM Nov 01, 2024 IST | revoi editor
મહારાષ્ટ્ર ચૂંટણીઃ 7994 ઉમેદવારના ઉમેદવારીપત્રની ચૂંટણીપંચે યોગ્ય ઠેરવ્યાં
Advertisement

મુંબઈઃ મહારાષ્ટ્રમાં આગામી 20 નવેમ્બરે 288 વિધાનસભા મતવિસ્તારમાં યોજાનારા મતદાન માટે સાત હજાર 994 ઉમેદવારના ઉમેદવારીપત્રની ચકાસણી બાદ તેને યોગ્ય ઠેરવવામાં આવ્યા છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી કચેરીના નિવેદનમાં જણાવાયું છે કે, 921 ઉમેદવારના ઉમેદવારીપત્ર અમાન્ય ગણવામાં આવ્યા છે. ઉમેદવારોના ઉમેદવારીપત્ર દાખલ કરવાની પ્રક્રિયા 22 ઑક્ટોબરે શરૂ થઈ 29 ઑક્ટોબરે પૂર્ણ થઈ હતી. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી થોડાક જ દિવસોમાં યોજવા જઇ રહી છે. આ પહેલાં ભાજપની આગેવાની હેઠળના ગઠબંધન મહાયુતિ તેમજ મુખ્ય વિપક્ષી ગઠબંધન એમવીએએ ચૂંટણીમાં સારૂં પ્રદર્શન કરવા તૈયારીઓ શરૂ કરી દીધી છે. બંને પક્ષના તમામ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી દીધી છે. હવે મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકો પર આશરે આઠ હજાર ઉમેદવારો વચ્ચે ભારે મુકાબલો જામશે.

Advertisement

મહાયુતિની સામે મુખ્ય વિપક્ષી ગઠબંધન MVAમાં, કોંગ્રેસ 103 બેઠકો પર ચૂંટણી લડી રહી છે, ત્યારબાદ ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ (UBT) 89 બેઠકો પર ઉમેદવાર ઊભા અને શરદ પવારની એનસીપી 87 બેઠકો પરથી ચૂંટણી લડશે. આ ઉપરાંત અન્ય MVA સહયોગીઓને છ બેઠકો આપવામાં આવી છે.

23 નવેમ્બરે મતગણતરી થશે

Advertisement

ઉમેદવારો માટે ઉમેદવારી નોંધાવાની પ્રક્રિયા 22 ઓક્ટોબરે શરૂ થઈ હતી અને 29 ઓક્ટોબરના રોજ સમાપ્ત થઈ હતી. નામાંકન પત્રોની ચકાસણી બુધવારે (30 ઓક્ટોબર) થઈ હતી અને ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ 4 નવેમ્બર (બપોરના 3 વાગ્યા સુધી) છે. રાજ્યમાં 20 નવેમ્બરે 288 વિધાનસભા બેઠકો પર મતદાન થશે જ્યારે 23 નવેમ્બરે મતગણતરી થશે.

સત્તાધારી ગઠબંધન મહાયુતિમાંથી ભાજપ 148 વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડી રહી છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાએ 80 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા છે, જ્યારે નાયબ મુખ્યમંત્રી અજિત પવારની એનસીપીએ 53 ઉમેદવારો ઊભા રાખ્યા છે.

Advertisement
Tags :
Advertisement