મહારાષ્ટ્રઃ મહાયુતિ સરકારના 9 મંત્રીએ હજુ સુધી નથી સંભાળ્યો ચાર્જ !
મુંબઈઃ નાગપુરમાં વિધાનસભાના શિયાળુ સત્ર પહેલાં 25 નવેમ્બરે 39 મંત્રીઓએ શપથ લીધા હતા અને સત્ર પૂર્ણ થયા બાદ આ મંત્રીઓના વિભાગોની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી 9 મંત્રીઓએ મુંબઈ પહોંચીને ચાર્જ સંભાળ્યો નથી. કેટલાક મંત્રીઓ તેમની પસંદગીનો વિભાગ ન મળવાથી નારાજ હોવાની ચર્ચા છે.
આ સાથે જ ઘણા મંત્રીઓ નવા વર્ષની ઉજવણી કરવા વેકેશન પર ગયા છે. જોકે, CM દેવેન્દ્ર ફડણવીસ પોતાનો કાર્યભાર સંભાળ્યા બાદથી સતત કામમાં વ્યસ્ત છે. મુખ્યમંત્રીએ ગુરુવારે કેબિનેટની બેઠક બોલાવી અને જે મંત્રીઓએ તેમના હોદ્દાનો ચાર્જ નથી લીધો તેમને ટૂંક સમયમાં ચાર્જ લેવાનો નિર્દેશ આપ્યો છે.
તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં 'મહાયુતિ'એ 288 વિધાનસભા બેઠકોમાંથી 230 બેઠકો જીતી હતી. ભાજપે 132 બેઠકો, એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાએ 57 અને એનસીપીએ 41 બેઠકો જીતી હતી. બીજી તરફ, એમવીએ માત્ર 46 સીટો પર જ ઘટી હતી. શરદ પવારની NCP (SP) એ 10 બેઠકો જીતી હતી, જ્યારે ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (UBT) 20 બેઠકો જીતી હતી અને કોંગ્રેસ માત્ર 16 બેઠકો જીતી હતી.