મહાકુંભ એકતાનો સંદેશો આપે છે, મેં મારા જીવનમાં 9 વાર કૂંભમાં સ્નાન કર્યુ છેઃ અમિત શાહ
- હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન દ્વારા GMDCના મેદાનમાં આયોજન કરાયુ,
- ક્ષત્રિય સમાજની દીકરીઓએ તલવાર રાસ રમી આકર્ષણ જમાવ્યું,
- હેલ્મેટ સર્કલથી લઈને જીએમડીસી ગ્રાઉન્ડ મેળા સુધી કળશ યાત્રા યોજાઈ
અમદાવાદઃ મહાકૂભ એ એકતાનો સંદેશ આપે છે. આ વખતનો મહાકુંભ ખાસ મહત્વ ધરાવે છે. વિશ્વભરના લોકો તેને આશ્ચર્યથી જોઇ રહ્યા છે. મેં મારા જીવનમાં 9 કૂંભમાં સ્નાન કર્યું છે. સરકારી વ્યવસ્થાના આધાર પર આ કુંભ નથી ચાલતો. હું 27મીએ કુંભમાં 10મી વખત સ્નાન કરવા જઈશ. કુંભમાં ગયેલો વ્યક્તિ હોટેલમાં નથી રોકાતો.લોકો ટેન્ટમાં ઠંડીમાં પણ જમીન પર સૂઈ જાય છે. હજારો વર્ષથી આ પરંપરા ચાલતી આવે છે. ગુજરાતના લોકોએ મહાકુંભમાં જરૂર જવું જોઇએ. તેમ કેન્દ્રિય ગૃહ મંત્રી અમિતભાઈ શાહે આજે અમદાવાદના જીઆઈડીસીના મેદાનમાં યોજાયેલા મીની કુંભ મેળાનું ઉદઘાટન કરતા જણાવ્યું હતું.
કેન્દ્રિય મંત્રી અમિતભાઈ શાહે ઉદઘાટન બાદ પ્રવચન કરતા જણાવ્યું કે, નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતી છે. સૌથી પહેલા નેતાજીને પ્રણામ કરી મારી વાતની શરૂઆત કરું છું. નેતાજી 90 વર્ષના આઝાદીના સંગ્રામમાં ધ્રુવ તારાની જેમ રહ્યા છે. સમગ્ર જીવન ત્યાગ આઝાદી માટે સમર્પિત કર્યું. નેતાજીને હું ફરીવાર પ્રણામ કરું છું. આવતા પહેલા થોડું ચક્કર લગાવીને હું આવ્યો 200થી વધુ સેવા કરવા વાળી સંસ્થાઓને એક મંચ પર લાવવાનું કામ આયોજકોએ કર્યું છે. હું ગુણવંતભાઈ, ઘનશ્યામભાઈ એમની આખી ટીમને હૃદય પૂર્વક અભિનંદન આપવા માગું છું કે સેવાના સુખરૂપ થતા આખા પ્રયાસને એક મંચ પર લાવી એકત્રિત કરી સમગ્ર હિન્દુ સમાજની તાકાત ઊજાગર કરવાનું કામ કર્યું. આ હિંદુ મેળામાં રાણી અહલ્યાબાઈનો પણ સ્ટોલ છે. 20 ધર્મસ્થાનોને પુનઃ જીવિત કરવાનું કામ કર્યું હતું. 300 વર્ષ ખૂબ મોટી માત્રામાં ઉજવવામાં આવ્યા છે ત્યારે આ મેળામાં પણ એનું સ્થાન આપ્યું છે. જ્ઞાન વર્ધક થશે એનો મને વિશ્વાસ છે.
વધુમાં તેમણે કહ્યું કે 144 વર્ષ બાદ મહાકુંભ પ્રયાગરાજમાં યોજાયો છે. મહાકુંભમાં ખૂબ સુંદર વ્યવસ્થાઓ થઈ છે. આ વખતનો મહાકુંભ ખાસ મહત્વ ધરાવે છે. વિશ્વભરના લોકો તેને આશ્ચર્યથી જોઇ રહ્યા છે. મેં મારા જીવનમાં 9 કૂંભમાં સ્નાન કર્યું સરકારી વ્યવસ્થાના આધાર પર આ કુંભ નથી ચાલતો.હું 27મીએ કુંભમાં 10મી વખત સ્નાન કરવા જઈશ. અહિંસા માટે હિંસાનો માર્ગ પણ લેવો પડે છે. આજે અનેક સંતો છે કે ભૂમિની રક્ષા અજ્ઞાત રહીને કરી રહ્યાં છે. શાંતિનો માર્ગ સમન્વયથી જાય છે. દરેક સંપ્રદાય પોતાની વાત પર ચાલે છે. જે દુનિયાને સાથે લઇને ચાલે છે તે ભારત સિવાય કોઈ દેશ નથી. વસુધૈવ કુટુમ્બકમની ભાવના સાથે ચાલીએ છીએ. હિન્દુ માને છે કે, દેહ જવાનો છે પરંતુ આત્મા અમર છે. જેને સાક્ષી રાખીને કામ કરવાનું છે. આપણને આ જ જન્મભૂમિમાં ફરી જન્મ મળે એ વિચારધારા સાથે લઈને ચાલવાવાળો હિન્દુ છે. સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે, અમૃત પુત્ર ક્યારેય સમાપ્ત થતો નથી. ન્યાય, સેવા, સહયોગ આપણા જીવનનું મૂલ્ય છે.
RSSના સર કાર્યવાહ સુરેશ ભૈયાજી જોશીએ જણાવ્યું હતું કે, ભારત પુણ્ય ભૂમિ છે, સંતોની અને ત્યાગ તેમજ સમર્પણની ભૂમિ છે. આપણે સ્વતંત્ર દેશમાં જન્મ લીધો છે. સંતો મહંતો હાજર છે ત્યારે આપણે પરિવર્તનનો મુક પ્રેક્ષક ના બનીએ. સેવા કરવાવાળા સૈનિક હોય છે. આજે 1 કરોડ આસપાસ લોકો અન્નદાન કરે છે અને પુણ્ય કમાય છે. સંતોના માર્ગદર્શનથી ઘણું બધું થઇ રહ્યું છે. હિંદુ એટલે ધર્મ અને વિચાર છે, જીવનશૈલી અને મૂલ્ય તેમજ સેવા છે. ધર્મની વાત કરીએ ત્યારે માનવતા છે જેને કર્તવ્ય સાથે જોડવામાં આવે છે. ધર્મની વાત આવે ત્યારે સત્ય અને ન્યાયની વાત છે. ધર્મની રક્ષા કરવા અધર્મ કહેવાય એવું પણ કરવું પડે છે .
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતીએ ભાવપૂર્ણ નમન કરું છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેઓની 125મી જન્મ જયંતી ઉપર વર્ષ 2020થી આજના દિવસને પરાક્રમ દિવસ તરીકે નવી ઓળખ આપવામાં આવી છે. ભારતીય સંસ્કૃતિ આસ્થાનો મહિમા કરતો મહાકુંભ પ્રયાગરાજમાં ચાલી રહ્યો છે. હિંદુ મેળો અમદાવાદમાં બીજીવાર થઈ રહ્યો છે. હિન્દુ મેળો લોકહિત કામને ઉજાગર કરે છે. હિંદુ મેળામાં 250થી વધુ સ્ટોલ છે. તેમાં જુઓ તેમના પ્રયત્નોને જાણો તેવો મારો સૌને અનુરોધ છે એનાથી આપણને જરૂર પ્રેરણા મળશે કે હજુ પણ વધુ સમાજ માટે કરી શકાય.
હિંદુ આધ્યાત્મિક મેળાની શરૂઆત પહેલા યાત્રા યોજાઈ હતી. ગુજરાત રાજપૂત વિદ્યા સભાની ક્ષત્રિય સમાજની દીકરીઓ દ્વારા રથયાત્રામાં તલવાર રાસ કરવામાં આવ્યો હતો. કળશયાત્રા હેલ્મેટ સર્કલથી લઈને જીએમડીસી ગ્રાઉન્ડ મેળા સુધી પહોંચી હતી.