For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

નેપાળમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપ, ઉત્તર ભારતમાં પણ ધરા ધ્રુજી

10:48 AM Jan 07, 2025 IST | revoi editor
નેપાળમાં 7 1ની તીવ્રતાનો ભૂકંપ  ઉત્તર ભારતમાં પણ ધરા ધ્રુજી
Advertisement

નવી દિલ્હીઃ પડોશી દેશ નેપાળમાં મંગળવારે સવારે ફરી એકવાર ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. સવારે 6.35 વાગ્યે આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.1 માપવામાં આવી હતી. નેપાળની સરહદે બિહાર તેમજ પશ્ચિમ બંગાળના કેટલાક ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. હાલમાં જાન-માલના નુકસાનના કોઈ સમાચાર નથી. દરમિયાન ભૂકંપના આંચકામાં 30થી વધુના મોત થયાનું જાણવા મળે છે.

Advertisement

USGS Earthquakes અનુસાર, નેપાળમાં મંગળવારે સવારે 6:35 વાગ્યે આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.1 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર નેપાળના લોબુચેથી 93 કિમી ઉત્તર-પૂર્વમાં હતું. જેના કારણે બિહાર, પશ્ચિમ બંગાળ અને સિક્કિમના કેટલાક વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ગભરાટના કારણે ઘરની બહાર આવી ગયા હતા.

ગયા મહિનાની શરૂઆતમાં 21મી ડિસેમ્બરે નેપાળમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.8 માપવામાં આવી હતી. જ્યારે એપ્રિલ 2015માં નેપાળમાં 7.8ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન, અંદાજે 9,000 લોકોએ જીવ ગુમાવ્યા અને 20,000 થી વધુ ઘાયલ થયા. વિનાશ દરમિયાન મોટી સંખ્યામાં મકાનો અને શાળાની ઇમારતોને વ્યાપક નુકસાન થયું હતું.

Advertisement

Advertisement
Tags :
Advertisement