For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

માધવપુર ઘેડનો લોકમેળો 6ઠ્ઠી એપ્રિલથી 5 દિવસ સુધી યોજાશે

06:16 PM Mar 26, 2025 IST | revoi editor
માધવપુર ઘેડનો લોકમેળો 6ઠ્ઠી એપ્રિલથી 5 દિવસ સુધી યોજાશે
Advertisement
  • ઉત્તર પૂર્વ-પશ્ચિમ ભારતની સમૃદ્વ સંસ્કૃતિના સમન્વયના અનુબંધનો ઉત્સવ
  • દ્વારકામાં તા. 10મી એપ્રિલના રોજ રૂકમણીજીનું ભવ્ય સ્વાગત કરાશે
  • દ્વારકામાં શોભાયાત્રા, ભવ્ય મલ્ટીમીડિયા શો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે.

દ્વારકાઃ પોરબંદરના માધવપુરમાં દર વર્ષની જેમ આ વર્ષે તા. 6ઠ્ઠી એપ્રીલથી 10મી એપ્રીલ સુધી લોકમેળો યોજાશે. દેશના ઉત્તર - પૂર્વ પ્રદેશો અને પશ્ચિમ ભારતના ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિના સમન્વયના અનુબંધનો ઉત્સવ એટલે માધવપુર ઘેડના મેળાનું વિશેષ મહાત્મ્ય છે. ભગવાન શ્રી કૃષ્ણ રૂકમણીજી સાથે વિવાહ કરીને બારાત લઈને પરત દ્વારકા પહોંચ્યા તે પૌરાણિક મહાત્મ્યને પુનઃ ઉજાગર કરતા દ્વારકામાં રૂકમણીજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. આ કાર્યક્રમના અનુસંધાને દેવભૂમિ દ્વારકાના કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન ખાતે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટર રાજેશ તન્નાએ કાર્યક્રમોની તૈયારીઓની સમીક્ષા કરી હતી.

Advertisement

ભગવાન કૃષ્ણ અને રૂકમણીજી સાથે વિવાહ કરીને બારાત લઈને દ્વારકા પહોંચ્યા તે પૌરાણિક મહાત્મ્યને પુનઃઉજાગર કરવા દ્વારકામાં તા. 10મી એપ્રિલના રોજ રૂકમણીજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. ઉપરાંત દ્વારકા શહેરમાં શોભાયાત્રા,ભવ્ય મલ્ટીમીડિયા શો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે.

જિલ્લા કલેકટરએ આ કાર્યક્રમ માટે પીવાનું પાણી, ટ્રાફિક વ્યવસ્થા, પાર્કિંગ, સ્વચ્છતા, આરોગ્ય સહિત તમામ આનુષાંગિક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી લેવા તેમજ સમગ્ર કાર્યક્રમની સુવ્યવસ્થિત તૈયારી થાય તે માટે વિવિધ વિભાગોના અધિકારીઓને માર્ગદર્શક સૂચનો આપ્યા હતા.બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એ.બી.પાંડોર, નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક એચ.એ.જોશી, પ્રાંત અધિકારી એ.એસ. આવતે, પ્રાંત અધિકારી કે.કે.કરમટા સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.(file photo)

Advertisement

Advertisement
Tags :
Advertisement