For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ભાવનગર નજીક હાઈવે પર લકઝરી બસ આગમાં ભસ્મીભૂત બની, મુસાફરોનો બચાવ

05:52 PM Jan 08, 2025 IST | revoi editor
ભાવનગર નજીક હાઈવે પર લકઝરી બસ આગમાં ભસ્મીભૂત બની  મુસાફરોનો બચાવ
Advertisement
  • તળાજાના ત્રાપજ ગામ પાસે હાઈવે પર બન્યો બનાવ
  • એન્જિંનમાંથી ધૂમાડો નીકળતા બસચાલકે બસ ઊભી રાખી મુસાફરોને ઉતારી દીધા
  • ફાયર બ્રિગેડે ત્વરિત પહોંચીને પીણીનો મારો ચલાવ્યો

ભાવનગરઃ  જિલ્લાના તળાજા તાલુકાના ત્રાપજ ગામ નજીક સુરત જઈ રહેલી ખાનગી ટ્રાવેલ્સની બસમાં આગ લાગતા બસ બળીને ખાક થઈ ગઈ હતી.  તળાજાના ઠળિયા ગામેથી દરરોજ સુરત જવા રવાના થતી ખાનગી ટ્રાવેલ્સની બસ ત્રાપજ ગામ નજીક પહોંચતા બસના એન્જિંનમાંથી ઘૂંમાડા નીકળતા બસનાચાલકે બસ રોડ સાઈડ પર ઊભી રાખીને પ્રવાસીઓને ત્વરિત ઉતારી દેતા જામહાની ટળી હતી, જો કે આગમાં બસ બળીને ખાક થઈ હતી.

Advertisement

પોલીસ સૂત્રોમાંથી આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે,  તળાજાના ઠળિયા ગામેથી દરરોજ એક ખાનગી ટ્રાવેલ્સની બસ ઠળિયા ગામ ઉપરાંત ઠાડચ તળાજા ભાવનગર સહિતના સ્થળો એથી પેસેન્જરોને લઈને સુરત રવાના થાય છે.  લકઝરી બસ રોજના ક્રમ મુજબ ઠળિયા ગામેથી સુરત જવા રવાના થઈ હતી આ બસમાં છ જેટલા પેસેન્જર બેસેલા હતા અને ભાવનગર તથા અન્ય સ્થળોએથી અન્ય મુસાફરોનું બુકિંગ હતું. બસ તળાજા તાલુકાના ધારડી ગામના પાટીએથી ત્રાપજ પાસે પહોંચતા બસના એન્જિનમાંથી અચાનક ધૂંમાડા સાથે આગના લબકારા દેખાતા ડ્રાઇવરે બસ રોડ પર શોભાવી દીધી હતી અને બસમાં બેઠેલા મુસાફરોને બસમાંથી ઉતારી દેવાયા હતા આટલી જ વારમાં આખી બસ અગન ગોળો બની ગઈ હતી અને જો જોતામાં વિકરાળ આગે સંપૂર્ણ બસને ખાક કરી નાખી હતી.

આ બનાવની જાણ અલંગ ફાયર બ્રિગેડને થતા કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પાણીનો મારો ચલાવી આગ ઓલવી નાખી હતી એ દરમિયાન પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો બનાવની ગંભીરતાને લઈને તળાજા ના ધારાસભ્ય સહિત અન્ય અધિકારીઓ પણ પહોંચ્યા હતા. આ ઘટનામાં સદ્દનસીબે કોઈ જ જાનહાની સર્જાઈ ન હતી પરંતુ મુસાફરોએ ડીકીમાં મુકેલો સર સામાન સળગીને ખાક થઈ ગયો હતો સમગ્ર ઘટના અંગે પ્રથમ દ્રષ્ટિએ બસના એન્જિનમાં કોઈ ટેકનીકલ ક્ષતિ સર્જાતા સ્પાર્ક થતાં આગ લાગી હોવાનું જણાઈ રહ્યું છે.

Advertisement

આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે બસમાં આગ લાગ્યાની જાણ બસમાં સવાર મુસાફરોના પરીજનોને થતા તેઓએ ચિંતા ભરી પૂછપરછ શરૂ કરી હતી પરંતુ આ ઘટનામાં મુસાફરોનો આબાદ બચાવ થયો હોવાની જાણ થતાં જ તેઓએ રાહતનો શ્વાસ લીધો હતો.

Advertisement
Tags :
Advertisement