For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઃ 2 જિલ્લા અને 18 તાલુકા પંચાયતની અનામત બેઠકોનું રોટેશન જાહેર

01:36 PM Dec 06, 2025 IST | revoi editor
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઃ 2 જિલ્લા અને 18 તાલુકા પંચાયતની અનામત બેઠકોનું રોટેશન જાહેર
Advertisement

અમદાવાદઃ ગુજરાતમાં ટૂંક સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને વહીવટી તંત્રએ પાયાની તૈયારીઓ આરંભી દીધી છે. આ સંદર્ભમાં, રાજ્યના ચૂંટણી પંચ દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે, જેમાં બે જિલ્લા પંચાયત અને તેની હેઠળ આવતી 18 તાલુકા પંચાયતમાં અનામત બેઠકોના રોટેશનની ઘોષણા કરવામાં આવી છે. તાજેતરમાં જ 27 ટકા OBC અનામત લાગુ થયા બાદ આ બેઠકોનું રોટેશન તબક્કાવાર જાહેર કરવામાં આવી રહ્યું છે, જેનો આ પ્રથમ મોટો તબક્કો છે.

Advertisement

રાજ્ય ચૂંટણી પંચ અમદાવાદ જિલ્લા પંચાયત અને પાટણ જિલ્લા પંચાયત અને આ બંને જિલ્લાની અંદર આવતી 18 તાલુકા પંચાયતની બેઠકોના રોટેશનની જાહેરાત કરી છે. જેમાં અમદાવાદ જિલ્લાની ધોળકા, ધોલેરા, દસ્ક્રોઈ, દેત્રોજ, સાણંદ, બાવળા, વિરમગામ, અને માંડલ તથા ધંધુકા તાલુકા પંચાયતનો સમાવેશ થાય છે. આવી જ રીતે  પાટણ જિલ્લા પંચાયત હેઠળની પાટણ, સિદ્ધપુર, ચાણસ્મા, હારીજ, સમી, શંખેશ્વર, રાધનપુર, સાંતલપુર અને સરસ્વતી તાલુકા પંચાયતનો સમાવેશ થાય છે. આ રોટેશન જાહેર થવાથી આ તમામ તાલુકાઓમાં રાજકીય સમીકરણો બદલાયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આગામી દિવોસમાં જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવાની છે. જેને લઈને રાજકીય પક્ષો દ્વારા પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓ તેજ બનાવવી દેવામાં આવી છે.

Advertisement

ચૂંટણી પંચની આ જાહેરાતને પગલે સ્થાનિક રાજકારણમાં જોરદાર ગરમાવો આવ્યો છે. અનામત બેઠકોનું ચિત્ર સ્પષ્ટ થતાં જ રાજકીય પક્ષો તેમજ મેદાનમાં ઉતરવા ઈચ્છુક સંભવિત દાવેદારોએ આગામી ચૂંટણી માટે પોતાની વ્યૂહરચના ઘડવાનું શરૂ કરી દીધું છે. હવે પક્ષોએ નવા રોટેશન મુજબ કયા ઉમેદવારને કઈ બેઠક પર ઉતારવા તેની ગણતરીઓ માંડવાનું શરૂ કર્યું છે, જ્યારે જૂના હોદ્દેદારોએ પોતાની બેઠક અનામત થતાં અન્ય સુરક્ષિત બેઠકોની શોધખોળ શરૂ કરી દીધી છે.

Advertisement
Tags :
Advertisement