For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાતની 8 હજારથી વધુ બસોમાં લાઈવ ટ્રેકિંગ સિસ્ટમ કાર્યરત

12:18 PM Jan 17, 2025 IST | revoi editor
ગુજરાતની 8 હજારથી વધુ બસોમાં લાઈવ ટ્રેકિંગ સિસ્ટમ કાર્યરત
Advertisement

અમદાવાદઃ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની યાદીમાં જણાવાયું છે કે, ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા ‘GSRTC લાઈવ ટ્રેકિંગ મોબાઈલ એપ્લિકેશન’ મારફતે મુસાફરોને બસનું લાઈવ ટ્રેકિંગ કરવું વધુ સરળ બન્યું છે, આજે ગુજરાતની 8 હજારથી વધુ બસોમાં લાઈવ ટ્રેકિંગ સિસ્ટમ કાર્યરત છે, જેનો ગુજરાતના 7.5 લાખ કરતા વધુ મુસાફરો ઉપયોગ કરી રહ્યા છે.

Advertisement

GSRTC લાઈવ ટ્રેકિંગ મોબાઈલ એપ્લિકેશનમાં મુસાફરો બસ નંબર અથવા PNR No. ની મદદથી બસનું લાઈવ લોકેશન જોઈ શકે છે. એપ્લિકેશનમાં મુસાફરે બેસવા અને ઉતારવાની વિગતો ભરી તે રૂટ પર સંચાલિત તમામ બસોનું લાઈવ લોકેશન મેળવી શકે છે. મહિલા અને વયોવૃદ્ધ મુસાફર એકલા મુસાફરી કરતા હોય તેવા સમયે ઘરના સભ્યો દ્વારા બસનું લાઈવ લોકેશન ટ્રેક કરી બસનો પહોંચવાનો સમય જાણી શકે છે. આ એપ્લિકેશન મારફતે મુસાફરો બસનું લાઈવ લોકેશન જાણી બસ સ્ટેશન પર પહોચવાનું યોગ્ય આયોજન કરી પોતાના સમયની બચત પણ કરી શકે છે.

બસોમાં મુસાફરી કરતા મુસાફરોને બસનું લાઈવ લોકેશન મળી રહે તેમજ પરિવહન વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા માટે, GSRTC દ્વારા GSRTC Live Tracking Android અને iOS મોબાઇલ એપ્લિકેશન મુસાફરોની સેવામાં કાર્યરત છે, જેમાં 7019 લાખ મુસાફરો GSRTC Live Android Application તેમજ 41 હજારથી વધુ મુસાફરો દ્વારા GSRTC Live iOS Applicationનો ઉપયોગ કરી રહ્યા છે, તેમ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની યાદીમાં વધુમાં જણાવાયું છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement