જૂનિયર જુડો વર્લ્ડશિપમાં લિન્થોઈ ચાનમ્બમે ભારત માટે જીત્યો પ્રથમ કાંસ્ય ચંદ્રક
12:27 PM Oct 08, 2025 IST
|
revoi editor
Advertisement
નવી દિલ્હીઃ ભારતીય જુડો ખેલાડી લિન્થોઈ ચાનમ્બમએ જુનિયર જુડો વર્લ્ડશિપમાં મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. પેરુના લિમા ખાતે આયોજિત આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં, 19 વર્ષીય લિન્થોઈએ ભારત માટે પ્રથમ મેડલ જીતવાની સિદ્ધિ મેળવી છે.
Advertisement
લિન્થોઈ ચાનમ્બમે મહિલાઓની 63 કિલોગ્રામ વર્ગમાં કાંસ્ય ચંદ્રક (બ્રોન્ઝ મેડલ) જીત્યો છે. બ્રોન્ઝ મેડલ માટેની મેચમાં તેણે નેધરલેન્ડની જોની ગીલેનને હરાવીને આ સિદ્ધિ હાંસલ કરી હતી.
આ મેડલ જુનિયર જુડો વર્લ્ડશિપના ઇતિહાસમાં ભારતનો પહેલો મેડલ છે, જે લિન્થોઈ ચાનમ્બમની કારકિર્દી અને ભારતીય જુડો રમત માટે એક ઐતિહાસિક પળ છે.
Advertisement
Advertisement
Next Article