For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

દક્ષિણ ગુજરાતમાં 14મી સપ્ટેમ્બરથી હળવાથી મધ્યમ વરસાદની આગાહી

05:10 PM Sep 12, 2025 IST | Vinayak Barot
દક્ષિણ ગુજરાતમાં 14મી સપ્ટેમ્બરથી હળવાથી મધ્યમ વરસાદની આગાહી
Advertisement
  • ઉત્તર અરબી સમુદ્ર પર બનેલું ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધ્યું,
  • સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા-નગર હવેલીમાં વરસાદ પડશે,
  • અમદાવાદમાં આકાશ વાદળછાયું રહેશે

અમદાવાદઃ આજે શુક્રવારે દક્ષિણ ગુજરાતના 5 તાલુકામાં વરસાદના સામાન્ય ઝાપટાં પડ્યા હતા. ગુજરાતમાં ચોમાસાની સીઝનનો 108 ટકા વરસાદ પડી ચૂક્યો છે. અને મેઘરાજા હવે વિદાય લેવાની તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે 14મી સપ્ટેમ્બરથી દક્ષિણ ગુજરાતના સુરત,ડાંગ, નવસારી વલસાડ અને તાપી તેમજ કેન્દ્ર શાસિત દમણ અને દાદરાનગર હવેલીમાં હળવા અને મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

Advertisement

હવામાન વિભાગ દ્વારા 14મી સપ્ટેમ્બરથી દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા ઝાપટા પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગઈકાલે ઉત્તર અરબી સમુદ્ર અને પાકિસ્તાનના મધ્ય ભાગો પર બનેલું ડિપ્રેશન લગભગ પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. અને આજે ઉત્તર-પશ્ચિમ અરબી સમુદ્ર અને નજીકના દક્ષિણ-પશ્ચિમ પાકિસ્તાન પર સ્પષ્ટ લો પ્રેશર સિસ્ટમમાં નબળું પડી ગયું હોવાથી હવે રાજ્યમાં વરસાદની સંભાવના નહિવત્ છે. 14 સપ્ટેમ્બરના રોજ સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા અને નગર હવેલીમાં અલગ-અલગ સ્થળોએ વરસાદ પડી શકે છે. એટલે કે ખાસ કરીને રાજ્યના દક્ષિણ ભાગમાં 2 દિવસ બાદ વરસાદનું જોર વધશે અને છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પણ પડી શકે છે

ગુજરાતમાં આજે શુક્રવારે વલસાડ, ખેરગામ, વાપી, પારડી,અને ચીખલીમાં વરસાદના સામાન્ય ઝાપટાં પડ્યા હતા. જ્યારે અમદાવાદમાં સહિત રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહ્યુ હતું.

Advertisement

ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ 37.40 ઈંચ એટલે કે 107.76 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં સૌથી વધુ કચ્છમાં સરેરાશ 136 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં 118.72 ટકા, મધ્ય ગુજરાતમાં 110 ટકા, દક્ષિણ ગુજરાતમાં 111 ટકા અને સૌથી ઓછો સૌરાષ્ટ્રમાં 93.36 ટકા સરેરાશ વરસાદ વરસી ચૂક્યો છે.

Advertisement
Tags :
Advertisement