પાર્ક કરેલી કારમાં સ્માર્ટફોન જેવા ઈલેક્ટ્રીક ગેજેટ મુકવાની આદત પડી શકે છે ભારે
સામાન્ય રીતે લોકો કાર પાર્ક કરતી વખતે પોતાનો સ્માર્ટફોન, પાવરબેંક અને બ્લુટુથ ઈયરફોન તથા અન્ય ગેજેટ અંદર ભુલી જાય છે. તેમની આ ભૂલનું ગંભીર પરિણામ આવી શકે છે. જ્યારે કાર લાંબા સમય સુધી તડકામાં ઉભી રહે છે ત્યારે તેની અંદરનુ તાપમાન 60થી 70 ડિગ્રી જેટલુ પહોંચી જાય છે. કારની અંદરનું આ તાપમાન ડિવાઈસને નુકશાન પહોંચાડે છે.
સ્માર્ટફોન અને પાવરબેંક જેવા મોટાભાગના ઈલેક્ટ્રીક ઉપકરણો 40થી 50 ડિગ્રી સુધીનું તાપમાન સહન કરી શકે છે. જેનાથી વધારે તાપમાનના કારણે આ ડિવાઈસની બેટરીમાં થર્મલ રનઅવે શરૂ થઈ જાય છે. એટલે કે બેટરી પોતાની જાતે જ ગરમ થઈને ફાટી જાય છે. કેટલાક બનાવોમાં તો વિસ્ફોટથી કારની સીટ, ડેશબોર્ડ અને અંદર રાખેલી વસ્તુઓને પણ ભારે નુકશાન પહોંચાડે છે.
માત્ર ગરમી જ નહીં પરંતુ વધારે ઠંડક પણ આવા ડિવાઈસને નુકશાન પહોંચાડે છે. ખુબ ઓછા તાપમાનથી બેટરીમાં કેમિકલ રિએક્શનની ગતિ ધીમી પડી જાય છે. જેના પરિણામ સ્વરૂપ ચાર્જીંગની ક્ષમતા પણ ઘટાડો થાય છે. તેમજ બેટરીને વધારે નુકશાન પણ થાય છે. જેથી ઠંડીમાં પણ કારની અંદર આવા ડિવાઈસને મુકીને જતા રહેવુ મોંઘુ પડી શકે છે.
- આટલી સાવધાની રાખો
કારને લાંબા સમય સુધી પાર્ક કરતા પહેરા અંદરથી ઈલેક્ટ્રોનિક ગેજેટ્સને બહાર નીકાળી લો.
જો ડિવાઈસને કારમાં રાખવા જરુરી છે તો તેને હીટ-રેજિસ્ટેંટ બેગ અથવા કેસની અંદર જ રાખો.
ક્યારે પણ ડેશબોર્ડ તથા જ્યાં તડકો વધારે આવતો હોય ત્યાં ગેજેટને ના રાખો.
કેબિને ઠંડી રાખવા માટે બારીઓ થોડી ખુલ્લી રાખો.