આતંકી હુમલા બાદ વિવિધ દેશના નેતાઓએ નરેન્દ્ર મોદી સાથે કરી વાતચીત
નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલ આતંકી હુમલા બાદ ભારતને આતંરરાષ્ટ્રીય સ્તર પર બહોળા પ્રમાણમાં સમર્થન મળી રહ્યું છે. વિવિધ દેશના નેતાઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ટેલીફોનીક વાતચીત કરી હતી અને આતંકવાદ સામેની આ લડાઈમાં તેમનું ભારતને સમર્થન જાહેર કર્યું હતું.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ટેલીફોનીક વાતચીત કરી હતી અને પહલગામ હુમલા પર દુઃખ વ્યક્ત કર્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પે પીડિતો પ્રત્યે તેમની સંવેદના વ્યક્ત કરી હતી અને કહ્યુ હતું કે, આતંકવાદ સામેની લડાઈમાં અમેરિકા ભારતની સાથે છે. સાથે જ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી.વેન્સે પણ પ્રધાનમંત્રી સાથે ટેલીફોનીક વાતચીત કરી હતી. અને કહ્યું હતું કે, અમેરિકા આ દુઃખની ઘડીમાં ભારતના લોકોની સાથે ઉભું છે.
ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જમન નેત્યાનયાહુએ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાત કરી હતી. અને તેમને ભારતના લોકો અને પીડિતોના પરિવાર સાથે એકજુટતા વ્યક્ત કરી હતી. ફ્રાંસના રાષ્ટ્રપતિએ નિર્દોષ લોકોની થયેલ હત્યા પર સંવેદના વ્યક્ત કરી હતી.અને તેમણે પણ ભારતના લોકો સાથે પૂર્ણ સમર્થન અને એકજુટતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, આવી બર્બરતા અસ્વીકાર્ય છે.
બીજી તરફ ઇટલીનાં પ્રધાનમંત્રી જોર્જિયા મેલોનીએ પણ PM નરેન્દ્ર મોદી સાથે ટેલીફોન પર વાત કરી હતી. અને જોર્જિયા મેલોનીએ આતંકવાદ સામેની લડાઈમાં ઇટલીનું પૂર્ણ સમર્થન વ્યક્ત કર્યું હતું. ઓસ્ટ્રેલીયાના પ્રધાનમંત્રીએ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાત કરી હતી, તેમણે પણ અને દુઃખની આ લડાઈમાં સંપૂર્ણ સમર્થન આપ્યું હતું. જાપાનના પ્રધાનમંત્રીએ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાત કરી હતી અને આતંકવાદને માનવતા માટે ગંભીર બતાવ્યો હતો.