For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

છાવા ફિલ્મના ડિરેક્ટર લક્ષ્મણ ઉતેકરે નાનપણમાં એક બારની બહાર ઈંડા વેચતા હતા

04:38 PM Jun 02, 2025 IST | revoi editor
છાવા ફિલ્મના ડિરેક્ટર લક્ષ્મણ ઉતેકરે નાનપણમાં એક બારની બહાર ઈંડા વેચતા હતા
Advertisement

'છાવા' ફિલ્મનું  ટ્રેલર રિલીઝ થયું ત્યારથી તે વિવાદમાં રહી હતી, છતાયે તે કમાણીની દ્રષ્ટીએ ખુબ નફાકારક સાબિત થઇ. આ ફિલ્મે 800 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરીને રેકોર્ડ તોડી નાખ્યા છે,  અને ત્યારે સૌ કોઈની નજર પડી કે કોણ છે આ ફિલ્મના ડીરેક્ટર.. આપને જણાવી દઉં કે આ ફિલ્મ લક્ષ્મણ ઉતેકર દ્વારા ડીરેક્ટ કરવામાં આવી હતી. આ ફિલ્મ છાવા તેમના કરિયરની સૌથી મોટી હિટ ફિલ્મ છે.

Advertisement

ફિલ્મ ડીરેક્ટર  લક્ષ્મણ ઉતેકરનો જન્મ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના એક ગામમાં થયો હતો. તેમના મામા તેમને બાળપણમાં મુંબઈ લાવ્યા હતા. આર્થિક સ્થતિ સારી નહોતી. ત્યારે નાની નાની નોકરીઓ કરી, કે જેથી બે ટંકનું જમવાનું મળી શકે. એકવાર એક યૂટ્યુબ ચેનલ 'મામાઝ કાઉચ' પર એક પોડકાસ્ટમાં લક્ષ્મણ ઉતેકરએ પોતાની સ્ટોરી શેર કરી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે, 6 વર્ષની ઉંમરે તે એક બારની બહાર બાફેલા ઈંડા વેચતા હતા. બાદમાં તેમણે શિવાજી પાર્કમાં વડાપાંવનો સ્ટોલ નાખ્યો, પરંતુ તે બીએમસી દ્વારા જપ્ત કરવામાં આવ્યો. તો વળી ક્યારેક કોઈ સીઝનલ કામ પણ કરી લેતા.  લક્ષ્મણ ઉતેકર અને તેમના મિત્રો ગણેશ ચતુર્થી દરમિયાન શ્રીમંત લોકોને ગણપતિ વિસર્જનમાં મદદ કરતા હતા. શ્રીમંત લોકો પોતે મૂર્તિને પાણીમાં લઈ જતા નહીં, તેથી લક્ષ્મણ અને તેમના મિત્રો મૂર્તિ લઈ જતા અને તેનું વિસર્જન કરતા અને આમાંથી તેને પણ અમુક રૂપિયા મળતા. કાર ધોવા, અખબારો વેચવા અને પોપકોર્ન વેચવા જેવા ઘણા કામ કર્યા. એક દિવસ તેમણે અખબારમાં એક ફિલ્મ સ્ટુડિયોમાં સફાઈની નોકરીની જાહેરાત જોઈ અને તેમણે ત્યાં કચરા-પોતા  કરવાનું શરૂ કર્યું, એટલું જ નહિ સંડાસની પણ સફાઈ તેમણે કરવી પડી હતી. પણ હા, તેઓ આ બધું જ કામ એટલી પ્રામાણિકતાથી કામ કરતા કે તેમના બોસ તેમના વખાણ કરતા. તેઓ સ્ટુડિયોમાં ચા પણ પહોંચાડતા હતા. ધીમે ધીમે સ્ટુડીઓનાં જુદા જુદા કામ કરવામાં તેમનો રસ જાગ્યો.

એક દિવસ તેમને ખબર પડી કે સહારા કંપની એક નવો સ્ટુડિયો બનાવી રહી છે. તે દરરોજ તે જગ્યાએ જઈને ઊભો રહેતા. ત્રણ મહિના પછી, એક દિવસ રાજેન્દ્ર સિંહ ચૌહાણ નામનો એક માણસ આવ્યા. તેમણે પૂછ્યું કે તે રોજ અહીં કેમ ઊભો રહે છે? લક્ષ્મણે કહ્યું, હું આ પ્રશ્ન સાંભળવા માટે ત્રણ મહિનાથી ઊભો છું. તે જ દિવસથી તેમને નોકરી મળી ગઈ.

Advertisement

આ પછી તેમણે સિનેમેટોગ્રાફર બિનોદ પ્રધાન સાથે સહાયક તરીકે કામ કરવાનું શરૂ કર્યું. પછી તેણે 'હિન્દી મીડિયમ', 'ડિયર જિંદગી', '102 નોટ આઉટ' જેવી ઘણી મોટી ફિલ્મોનું શૂટિંગ કર્યું. તેમણે 2014 માં મરાઠી ફિલ્મ 'ટપાલ' થી ડિરેક્ટર તરીકેની શરૂઆત કરી હતી. આ ફિલ્મ દેશ વિદેશમાં છવાઈ ગઈ હતી. આ ફિલ્મે સાડા સાત કરોડનું કલેક્શન એક પ્રાદેશિક ભાષાની ફિલ્મ હોવા છતાં મેળવ્યું હતું. વર્ષ 2019માં તેમના દ્વારા હિન્દી ફિલ્મ લુકા-છીપી ડીરેક્ટ કરવામાં આવી હતી. આ ફિલ્મે 25 કરોડનો બીઝનેસ કર્યો હતો. કાર્તિક આર્યન પણ આ મુવી પછી ચર્ચામાં આવ્યો હતો. આ ઉપરાંત 'મિમી' અને 'જરા હટકે જરા બચકે' જેવી ફિલ્મોનું નિર્દેશન પણ તેમણે કર્યું. 

Advertisement
Tags :
Advertisement