હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

લોરેન્સ બિશ્નોઈનો શાર્પ શૂટર નવીન પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર, 20થી વધારે ગુનામાં હતી સંડોવણી

03:40 PM May 29, 2025 IST | revoi editor
Advertisement

લખનૌઃ ઉત્તર પ્રદેશ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) અને દિલ્હી પોલીસની સ્પેશિયલ બ્રાન્ચની સંયુક્ત ટીમે હાપુર કોતવાલી વિસ્તારમાં એક એન્કાઉન્ટરમાં કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગના "શાર્પ શૂટર" ને ઠાર માર્યો છે. આ શાર્પ શૂટરનું નામ નવીન કુમાર હોવાનું જાણવા મળે છે. નવિન કુમાર કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલો હતો. તેમજ હત્યા અને મહારાષ્ટ્ર સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ (MCOCA) જેવા કેસોમાં ફરાર છે.

Advertisement

STFના અધિક પોલીસ મહાનિર્દેશક (ADG) અમિતાભ યશે એક નિવેદનમાં જણાવ્યું હતું કે રાત્રે, STFના નોઈડા યુનિટ અને દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલની સંયુક્ત ટીમે હાપુર પોલીસ સ્ટેશન કોતવાલી વિસ્તારમાં બદમાશો સાથે એન્કાઉન્ટર કર્યું હતું, જેમાં એક બદમાશ ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેમણે જણાવ્યું હતું કે ઘાયલ બદમાશને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે મૃતક ગુનેગારની ઓળખ ગાઝિયાબાદ જિલ્લાના લોનીના રહેવાસી નવીન કુમાર તરીકે થઈ છે. એડીજીએ જણાવ્યું હતું કે વોન્ટેડ આરોપી નવીન કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સક્રિય સભ્ય અને શાર્પ શૂટર હતો. તે લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્ય હાશિમ બાબા સાથે કામ કરતો હતો. તેમણે કહ્યું કે ગુનેગાર વિરુદ્ધ દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં હત્યા, હત્યાનો પ્રયાસ, અપહરણ, લૂંટ સહિત 20 કેસ નોંધાયેલા છે. ઉપરાંત, મકોકા હેઠળ પણ કેસ નોંધાયેલા છે. અધિકારીએ જણાવ્યું હતું કે નવીન કુમાર વિરુદ્ધ સૌપ્રથમ વર્ષ 2008માં સીમાપુરી પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. વર્ષ 2009માં તેણે કથિત રીતે સાહિબાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઈની હત્યા કરી હતી. વર્ષ 2010માં પોલીસે કુમાર વિરુદ્ધ ગેંગસ્ટર એક્ટ હેઠળ પણ કેસ નોંધ્યો હતો.

Advertisement

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article