For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

કચ્છ: સરહદી વિસ્તારમાંથી 15 પાકિસ્તાનીઓ ઝડપાયા, માછીમારીની સામગ્રી જપ્ત

12:32 PM Aug 24, 2025 IST | revoi editor
કચ્છ  સરહદી વિસ્તારમાંથી 15 પાકિસ્તાનીઓ ઝડપાયા  માછીમારીની સામગ્રી જપ્ત
Advertisement

ભુજ: કચ્છના સરહદી વિસ્તારમાંથી ૧૫ પાકિસ્તાનીઓ ઝડપાયા છે. સરહદી ક્રીક વિસ્તારમાં સીમા સુરક્ષા દળે સફળ ઓપરેશન હાથ ધરીને ૧૫ પાકિસ્તાનીને માછીમારી બોટ સાથે ઝડપી પાડ્યા હતા બોટમાંથી માછીમારી માટેની જાળ,બરફ અને માછલીનો જથ્થો મળી આવ્યો હતો તે સિવાય કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. મોડી રાત્રે આ તમામને કોટેશ્વર લાવી સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.

Advertisement

કચ્છના દરિયા કાંઠે કન્ટેનર તેમજ માદક પદાર્થ મળી રહ્યા છે તે વચ્ચે પાકિસ્તાન સખશો ઝડપતા સુરક્ષા તંત્રો સતર્ક બન્યા છે સલામતી એજન્સીઓની સતર્કતાના કારણે આ પંદર પાકિસ્તાની માછીમારોને ઝડપી પાડવામાં આવ્યા હતા.

Advertisement
Advertisement
Tags :
Advertisement