હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

રંગોનો પર્વ હોળી ક્યારે ઉજવાશે અને હોલિકા દહનનો શુભ સમય જાણો...

09:00 PM Nov 26, 2024 IST | revoi editor
Advertisement

ભારતમાં દર વર્ષે હોળી અને ધૂળેટીના પર્વની ધામધૂમથી ઉજવવામાં આવે છે. રંગોના પર્વની માત્ર ભારતમાં જ નહીં પરંતુ અન્ય દેશમાં વસવાટ કરતા ભારતીયોએ પણ ધાર્મિક માહોલમાં ઉજવણી કરી છે. દેશમાં તા. 13મી માર્ચના હોલિકા દહન કરવામાં આવશે.

Advertisement

હોળીનો તહેવાર ફાલ્ગુન મહિનાની પૂર્ણિમાની તિથીએ ઉજવવામાં આવે છે. હોળી આગામી 14મી માર્ચે રમાશે. જ્યારે હોલિકા દહન 13મી માર્ચે કરવામાં આવશે. તિથી અનુસાર, હોળીનો તહેવાર 2025 માં 13 માર્ચે હોલિકા દહન સાથે શરૂ થશે. આ દિવસે પૂર્ણિમા તિથિ સવારે 10.25 વાગ્યે શરૂ થશે જે 14 માર્ચે 12.23 સુધી ચાલશે.

હોલિકા દહન 13 માર્ચે રાત્રે 11.30 કલાકે કરવામાં આવશે, જેનો શુભ સમય સવારે 12.24 કલાક સુધી રહેશે. હોલિકા દહન હંમેશા ભદ્રા સમયગાળા દરમિયાન જ કરવામાં આવે છે. વર્ષ 2025માં ભદ્રકાળ રાત્રે 10.30 વાગ્યા સુધી ચાલશે. ત્યાર બાદ હોલિકા દહન કરવામાં આવશે. હોળી પર રંગો લગાવવાની પ્રથા ભગવાન શ્રી કૃષ્ણ અને રાધા રાણીના સમયથી શરૂ થઈ હતી.

Advertisement

Advertisement
Tags :
festival of colorsgood timeHoliHolika Dahanwill be celebrated
Advertisement
Next Article