For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

નવા વર્ષે દુનિયાના વિવિધ દેશોના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને શું કહ્યું જાણો..

11:08 AM Jan 01, 2025 IST | revoi editor
નવા વર્ષે દુનિયાના વિવિધ દેશોના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને શું કહ્યું જાણો
Advertisement

વર્ષ 2025 શરૂ થઈ ગયું છે. આ અવસર પર, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, બ્રિટિશ પીએમ કિઅર સ્ટારર અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સહિત વિશ્વભરના નેતાઓએ તેમના દેશોના લોકોને સંબોધિત કર્યા હતા. વ્લાદિમીર પુતિને કહ્યું, "મને વિશ્વાસ છે કે બધું બરાબર થઈ જશે અને અમે બસ આગળ વધી રહ્યા છીએ."

Advertisement

જ્યારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ કહ્યું, "યુક્રેન તેના પગ પર મજબૂતીથી ઊભું છે અને અમે ઝૂકીશું નહીં. હું 2024 માટે તમારો આભાર માનું છું." વાસ્તવમાં રશિયા અને યુક્રેન વચ્ચે ફેબ્રુઆરી 2022થી યુદ્ધ ચાલી રહ્યું છે. જો આ યુદ્ધ ચાલુ રહેશે તો ફેબ્રુઆરીમાં ત્રણ વર્ષ થઈ જશે.

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહ્યું હતું કે, "અર્થતંત્ર સ્થિર છે અને વધી રહી છે. અમે સખત મહેનતથી નવા પડકારોને પાર કરીશું." ઇમેન્યુઅલ મેક્રોને કહ્યું કે નેશનલ એસેમ્બલીને ભંગ કરવાના તેમના નિર્ણયથી વધુ અસ્થિરતા આવી.

Advertisement

2024ને પરિવર્તનનું વર્ષ ગણાવતા કીર સ્ટારમે કહ્યું કે સરકાર તમારા માટે લડતી રહેશે.

Advertisement
Tags :
Advertisement