For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

આઈપીએલમાં કેએલ રાહુલે વોર્નરનો આ રેકોર્ડ તોડી રચ્યો ઈતિહાસ

10:00 AM Apr 26, 2025 IST | revoi editor
આઈપીએલમાં કેએલ રાહુલે વોર્નરનો આ રેકોર્ડ તોડી રચ્યો ઈતિહાસ
Advertisement

ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ આઈપીએલના ઇતિહાસમાં સૌથી ઝડપી 5,000 રન બનાવનાર ખેલાડી બની ગયો છે. તેણે લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં આ સિદ્ધિ મેળવી હતી, જેમાં તેણે 57 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ બાબતમાં, તેણે ડેવિડ વોર્નરને પાછળ છોડી દીધો છે, વોર્નરએ 135 ઇનિંગ્સમાં 5 હજાર રન પૂરા કર્યા હતા, જ્યારે રાહુલે 130 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી છે.

Advertisement

લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચ પહેલા, કેએલ રાહુલે 129 ઇનિંગ્સમાં 4949 રન બનાવ્યા હતા. લખનૌ સામેની મેચમાં 51 રન બનાવીને તેણે આઈપીએલમાં 5 હજાર રનનો આંકડો પાર કર્યો છે. ક્રિકેટરે આઈપીએલમાં અત્યાર સુધીમાં 4 સદી અને 40 અડધી સદી ફટકારી છે.

IPLમાં, KL રાહુલે 130 ઇનિંગ્સમાં સૌથી ઝડપી 5 હજાર રન પૂરા કર્યા છે. આ યાદીમાં ડેવિડ વોર્નર બીજા સ્થાને છે, જેમણે 135 ઇનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી અને વિરાટ કોહલી ત્રીજા સ્થાને છે, તેમણે 157 ઇનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. આ યાદીમાં એબી ડી વિલિયર્સ અને શિખર ધવનના નામ પણ સામેલ છે. એબી ડી વિલિયર્સએ 161 ઇનિંગ્સ અને શિખર ધવનને 168 ઇનિંગ્સમાં પાંચ હજાર રન બનાવ્યાં હતા.

Advertisement

કેએલ રાહુલે આઈપીએલ 2025 માં દિલ્હી કેપિટલ્સ માટે શરૂઆતની 2 મેચ રમી ન હતી. 2 મેચ ગુમાવવા છતાં, તે ઓરેન્જ કેપની રેસમાં છે. રાહુલે અત્યાર સુધીમાં 7 ઇનિંગ્સમાં 64.6 ની સરેરાશથી 323 રન બનાવ્યા છે અને ઓરેન્જ કેપની રેસમાં સાતમા સ્થાને છે. તે IPL 2025 માં દિલ્હી કેપિટલ્સ માટે અત્યાર સુધીના સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ છે.

Advertisement
Tags :
Advertisement