હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

રાજકોટ માર્કેટ યાર્ડમાં ખરીફ પાકની 1.5 લાખ મણની આવક, 2000 વાહનોની લાઈનો લાગી

04:01 PM Nov 03, 2025 IST | Vinayak Barot
Advertisement

રાજકોટઃ શહેરમા માર્કેટિંગ યાર્ડમાં ખરીફ પાકની ધૂમ આવક થઈ રહી છે. યાર્ડ બહાર રાતથી વાહનોની લાંબી લાઈનો લાગી જાય છે. માર્કેટિંગ યાર્ડમાં શનિવાર અને સોમવારના રોજ ખરીફ પાકની નોંધપાત્ર આવક થઈ હતી. અને માર્કેટયાર્ડમાં 2,000થી પણ વધારે વાહનોની લાઈનો જોવા મળી હતી. યાર્ડના વહીવટીતંત્રે ખરીફ પાકની ધૂમ આવકને ધ્યાનમાં રાખીને ઉત્તરાઈની પ્રક્રિયા સુચારુ રીતે ચાલે તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવી હતી. રાજકોટ માર્કેટયાર્ડના ચેરમેન જયેશ બોઘરા, વાઇસ ચેરમેન તથા ડિરેક્ટરો સહિતના સ્ટાફ દ્વારા આ સમગ્ર ઉત્તરાઈની વ્યવસ્થાનું સંચાલન કરવામાં આવ્યું હતું

Advertisement

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા બે દિવસ દરમિયાન મગફળી, સોયાબીન અને કપાસની સૌથી વધુ આવક થઈ હતી. શનિવાર અને સોમવાર આ બે દિવસોની કુલ આવક પર નજર કરીએ તો, મગફળીની કુલ આવક 41000 મણ નોંધાઈ હતી. (શનિવારે 21000 મણ અને સોમવારે 20000 મણ) મગફળીની આવક થઈ હતી. સોયાબીનની આવક પણ એટલી જ એટલે કે કુલ 41000 મણ (શનિવારે 22000 મણ અને સોમવારે 19000 મણ) રહી હતી. કપાસની કુલ આવક 34500 મણ (શનિવારે 14500 મણ અને સોમવારે 20000 મણ) નોંધાઈ હતી, જેમાં સોમવારના દિવસે કપાસની આવકમાં જંગી વધારો જોવા મળ્યો હતો.

માર્કેટિંગ યાર્ડમાં મુખ્ય જણસીઓ ઉપરાંત અન્ય જણસીઓની આવક પણ નોંધપાત્ર રહી હતી. ચણાની કુલ આવક 14000 મણ (બંને દિવસે 7000-7000 મણ) થઈ હતી. સફેદ તલની કુલ આવક 11000 મણ (શનિવારે 6000 મણ અને સોમવારે 5000 મણ) રહી હતી, જે સફેદ તલનું સારું ઉત્પાદન દર્શાવે છે. અડદની કુલ આવક 10300 મણ (શનિવારે 6300 મણ અને સોમવારે 4000 મણ) જ્યારે ઘઉંની કુલ આવક 10200 મણ (શનિવારે 5200 મણ અને સોમવારે 5000 મણ) નોંધાઈ હતી. લસણની કુલ આવક 7500 મણ (શનિવારે 4500 મણ અને સોમવારે 3000 મણ) અને મગની કુલ આવક 8900 મણ (શનિવારે 4400 મણ અને સોમવારે 4500 મણ) થઈ હતી.

Advertisement

યાર્ડના સૂત્રોના કહેવા મુજબ આજે સોમવારના દિવસે વિશેષ રૂપે સિંગફાડાની 10000 મણ અને જીરુંની 4500 મણની આવક પણ યાર્ડમાં થઈ હતી. તમામ જણસીઓ ભરેલા વાહનોને માર્કેટયાર્ડમાં ક્રમવાર પ્રવેશ આપીને ઉત્તરાઈની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. ખેડૂતોને વધુ સમય માટે લાઈનમાં ઉભું રહેવું પડે નહીં તે માટેની વ્યવસ્થા યાર્ડનાં સત્તાધીશો દ્વારા કરવામાં આવી હતી. જોકે મગફળીનાં ભાવ ટેકાના ભાવ કરતા ઓછા મળતા ખેડૂતોમાં ભારે અસંતોષની લાગણી જોવા મળી હતી. અને ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવે તેવી માંગ ખેડૂતોએ કરી હતી.

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharKharif crop revenue of 1.5 lakh maundsLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsRajkot Market YardSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article