હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

રાજકોટ માર્કેટ યાર્ડમાં દિવાળી બાદ ખરીફ પાકનું ખેડૂતોએ 147 કરોડનું વેચાણ કર્યુ

05:30 PM Nov 07, 2025 IST | Vinayak Barot
Advertisement

રાજકોટઃ સૌરાષ્ટ્રના આગવી હરોળના ગણાતા રાજકોટના બેડી યાર્ડમાં ખરીફ પાકની ધૂમ આવક થઈ રહી છે. લાભપાંચમના શુભ મૂહૂર્ત બાદ યાર્ડમાં અત્યાર સુધીમાં ખેડૂતોને ખરીફ પાકનું 147 કરોડથી વધુ ચૂકવણું કરવામાં આવ્યું છે. યાર્ડમાં પખવાડિયામાં આશરે રૂ. 24 કરોડનો કપાસ, રૂ. 25 કરોડથી વધુ કિંમતની આશરે 48,000 ક્વિન્ટલ મગફળી, આશરે રૂ. 15 કરોડમાં 23,400 ક્વિન્ટલ મગ અને અડદના ખરીદ વેચાણ થયા છે.

Advertisement

રાજકોટના બેડી યાર્ડમાં લાભપાંચમ પછી કમોસમ વરસાદ છતાં  અનાજ, તેલિબિયા, કઠોળ સહિત 23,095 ટન જણસીનું રૂ. 146.99 કરોડના ભાવથી વેચાણ થયું છે, અર્થાત્ ખેડૂતો પાસેથી આ કૃષિપાક વિવિધ વેપારીઓ દ્વારા ખરીદ કરાયો છે. સૌથી વધુ આવક સોયાબીનની 36,700  ક્વિ.થઈ છે. યાર્ડમાં જ આશરે રૂ. 24 કરોડનો કપાસ, રૂ. 25 કરોડથી વધુ કિંમતની આશરે 48,000 ક્વિન્ટલ મગફળી, આશરે રૂ. 15 કરોડમાં 23,400 ક્વિન્ટલ મગ અને અડદના ખરીદ વેચાણ થયા છે. કૂલ 42 જણસીઓના સોદા થયા હતા અને હવે સુકુ હવામાન થતા તેમાં ગતિ આવી છે. બેડી યાર્ડના સત્તાધીશોએ માલ બગડે નહીં અને વ્યવસ્થા જળવાય તે માટે ટીમો ઉતારી છે. સમગ્ર સૌરાષ્ટમાં ગોંડલ, બોટાદ, મહુવા સહિતના માર્કેટ યાર્ડોમાં અંદાજે રૂ. 1,000 કરોડના કૃષિપાકના સોદા થયા છે.

આ વખતે ટેકાના ભાવે ખરીદી મોડી થઈ રહી છે પરંતુ, બીજી તરફ ખેડૂતોને ખરીફ સીઝનના રોકડાં નાણાંની ખર્ચનું ચક્ર ચલાવવા નાણાંની તીવ્ર જરૂર છે. આ સ્થિતિમાં વળી, માવઠાંનો સતત આઠ-દસ દિવસ માહૌલ રહ્યો છતાં યાર્ડમાં થયેલી શેડ વગેરેની વ્યવસ્થા મૂજબ જણસીનું વેચાણ કરાયું છે. જો કે મગફળી સહિત કેટલીક જણસીઓના ભાવ ગત વર્ષથી નીચા છે પરંતુ, પ્રક્રિયાની ઝંઝટ વગર આ ભાવ ફટાફટ ચૂકવવાની યાર્ડમાં પ્રથા રહી છે અને માલ રિજેક્ટ કરવાને બદલે ઓછા ભાવે પણ ખરીદાતો હોય છે.

Advertisement

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharKharif Crop RevenueLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsRajkot Market YardSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article