For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ખાલિસ્તાની આતંકવાદી લખબીરસિંહનો સાગરિત જતિન્દર સિંહ મુંબઈથી ઝડપાયો

11:56 AM Dec 24, 2024 IST | revoi editor
ખાલિસ્તાની આતંકવાદી લખબીરસિંહનો સાગરિત જતિન્દર સિંહ મુંબઈથી ઝડપાયો
Advertisement

મુંબઈઃ રાષ્ટ્રીય તપાસ સંસ્થા – એનઆઈએએ પંજાબમાં આતંકવાદ સંબંધિત ષડયંત્ર કેસમાં ખાલિસ્તાની આતંકવાદી લખબીરસિંહ અને ગેંગસ્ટર બચિત્તરસિંહના મુખ્ય સહયોગી જતિન્દર સિંહની મુંબઈથી ધરપકડ કરી છે. NIA અનુસાર, ધરપકડ કરાયેલો આતંકવાદી પ્રતિબંધિત આતંકવાદી સંગઠન બબ્બર ખાલસા ઈન્ટરનેશનલનો સભ્ય છે.

Advertisement

વિદેશમાં રહેતા લખબીરે આ આતંકવાદી જૂથની સ્થાપના કરી હતી. એજન્સીએ કહ્યું છે કે પકડાયેલ આતંકવાદી પંજાબમાં લખબીર અને બચિત્તર સિંહ માટે કામ કરતા લોકોને હથિયાર પૂરા પાડતો હતો. NIA અનુસાર, તેણે મધ્યપ્રદેશથી પંજાબમાં વધુ હથિયારોની દાણચોરી કરવાની યોજના બનાવી હતી પરંતુ છેલ્લા ઘણા મહિનાઓ દરમિયાન એજન્સી દ્વારા હાથ ધરવામાં આવેલા સર્ચ ઓપરેશનને કારણે તે તેની યોજનામાં સફળ થઈ શક્યો ન હતો.

Advertisement
Advertisement
Tags :
Advertisement