For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

કેરળ: પલક્કડમાં નિપાહ વાયરસથી બીજું મોત થતા આરોગ્ય વિભાગ દોડતું થયું

03:02 PM Jul 14, 2025 IST | revoi editor
કેરળ  પલક્કડમાં નિપાહ વાયરસથી બીજું મોત થતા આરોગ્ય વિભાગ દોડતું થયું
Advertisement

બેંગ્લોરઃ કેરળમાં નીપાહ વાયરસથી બીજું મૃત્યુ થયું છે. પલક્કડમાં નીપાહ વાયરસનો બીજો કેસ સામે આવ્યો છે. 58 વર્ષીય વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. મૃત્યુ બાદ આ વ્યક્તિનો નીપાહ વાયરસનો ટેસ્ટ પોઝીટીવ આવ્યો હતો. શરૂઆતમાં તાવની ફરિયાદ હોવાથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 

Advertisement

પલક્કડ અને મલપ્પુરમ સ્વાસ્થ્ય અધિકારીઓએ મૃતક વ્યક્તિના પરિવારજનોની ભાળ મેળવી છે, અને 58 વર્ષીય વ્યક્તિના સંપર્કમાં આવેલ 46 લોકોની ઓળખ કરી છે. આ બે જીલ્લા સહીત અન્ય કોઝીકોડ, ત્રિશુર, કન્નુર,અને વાયનાડ જીલ્લાને પણ હાઇએલર્ટ પર રાખવામાં આવેલ છે. કેરલમાં હાલ 543 લોકો દેખરેખ હેઠળ છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement