હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

કૌશલ્ય-ધ સ્કિલ યુનિવર્સિટી ખાતે નવીન અભ્યાસક્રમો શરૂ કરવા અદાણી સ્કિલ્સ એન્ડ એજ્યુકેશન વચ્ચે કરાર

02:05 PM Dec 01, 2025 IST | revoi editor
Advertisement

ગાંધીનગર, 1 ડિસેમ્બર, 2025ઃ Kaushalya The Skill University કૌશલ્ય- ધ સ્કિલ યુનિવર્સિટીના નવનિર્માણ પામી રહેલા શિલજ કેમ્પસ ખાતે “સેન્ટર ફૉર કેપેસિટી બિલ્ડિંગ એન્ડ ટ્રેનિંગ” હેઠળ નવા અભ્યાસક્રમો શરૂ કરવા અદાણી સ્કિલ્સ એન્ડ એજ્યુકેશન Adani Skills and Education સંસ્થા સહભાગી બનશે. આ માટે ગાંધીનગર ખાતે કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળિયા તેમજ રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની ઉપસ્થિતિમાં કૌશલ્યા યુનિવર્સિટી અને અદાણી સ્કિલ્સ એન્ડ એક્યુકેશને લેટર ઑફ ઇન્ટેન્ટ પર હસ્તાક્ષર કર્યા હતા.

Advertisement

કૌશલ્ય - ધ સ્કિલ યુનિવર્સિટીના શિલજ કેમ્પસ ખાતે વિવિધ ઉદ્યોગગૃહોની સહાયતાથી વર્ષ ૨૦૨૫-૨૬માં “સેન્ટર ફોર કેપેસિટી બિલ્ડીંગ એન્ડ ટ્રેનિંગ”ની નવી બાબત મંજૂર કરવામાં આવી હતી. જેમાં નવા અભ્યાસક્રમો શરૂ કરવા માટે ઉદ્યોગગૃહો કેપિટલ અને ઓપરેશનલ ખર્ચ સાથે કૌશલ્ય યુનિવર્સિટી સાથે પાર્ટનરશિપ કરશે અને બદલાતી ટેકનોલોજીને અનુરૂપ તાલીમ કાર્યક્રમો ઉદ્યોગોની મદદથી ચલાવી શકાશે.

આ કાર્યક્રમ હેઠળ અદાણી સ્કિલ્સ એન્ડ એજ્યુકેશન દ્વારા કૌશલ્યા કેમ્પસ ખાતે ગ્રીન એનર્જી, પોર્ટ, લોજિસ્ટિક, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કન્સ્ટ્રક્શન સહિતના વિવિધ ક્ષેત્રોમાં અભ્યાસક્રમો શરૂ કરવા માટે આજે ગાંધીનગર ખાતે લેટર ઓફ ઇન્ટેન્ટ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

Advertisement

આ પ્રસંગે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના અગ્ર સચિવ વિનોદ રાવ, કૌશલ્યા-ધ સ્કિલ યુનિવર્સિટીના ડાયરેક્ટર જનરલ ડૉ. એસ. પી. સિંઘ, રજિસ્ટ્રાર રેખા નાયર સહિતના ઉચ્ચ અધિકારીઓ તેમજ અદાણી સ્કિલ્સ એન્ડ એજ્યુકેશનના વરિષ્ઠ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

સ્વદેશી જાગરણ મંચના ઉપક્રમે અમદાવાદના આંગણે સ્વદેશોત્સવ

Advertisement
Tags :
adani grupAdani Skill Development CentreAdani Skills and Educationeducation in gujaratEducation newsinnovative coursesrevoi newsSkill DevelopmentThe Skill University
Advertisement
Next Article