હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

કાર્તિક આર્યનની ફીમાં થયો વધારો, ધર્મા પ્રોડક્શન પાસેથી નવી ફિલ્મ માટે લીધી આટલી ફી

09:00 AM Dec 29, 2024 IST | revoi editor
Advertisement

નવા વર્ષના આગમન પહેલા કાર્તિક આર્યન એ વધુ એક ધમાકો કર્યો છે. 'ભૂલ ભુલૈયા 3'ની સફળતા બાદ કાર્તિક આર્યનની નવી ફિલ્મની જાહેરાત થોડા દિવસો પહેલા જ કરવામાં આવી હતી. આ રોમેન્ટિક ડ્રામા ફિલ્મ 'તુ મેરી મેં તેરા, મેં તેરા તુ મેરી હૈ' કરણ જોહરના પ્રોડક્શન હાઉસ હેઠળ બની રહી છે. આ ફિલ્મની જાહેરાતથી ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. હવે એવા સમાચાર આવી રહ્યા છે કે કાર્તિક આર્યનએ આ ફિલ્મ માટે ધર્મા પ્રોડક્શન પાસેથી એટલી ફી લીધી છે કે તે રણબીર કપૂર પછી ધર્મા પાસેથી ફી લેનાર બીજો અભિનેતા બની ગયો છે.

Advertisement

'ભૂલ ભુલૈયા 3'ની સફળતા બાદ કાર્તિક આર્યનની લોકપ્રિયતા ઘણી વધી ગઈ છે. જે બાદ અભિનેતાએ કરણ જોહરના ધર્મા પ્રોડક્શન્સ અને નમન પિક્ચર્સ સાથે ફિલ્મ ડીલ સાઈન કરી છે. આ પ્રોજેક્ટનું નામ 'તુ મેરી મેં તેરા, મેં તેરા તુ મેરી હૈ' છે. કરણ જોહરે પોતે સોશિયલ મીડિયા પર આ ફિલ્મની જાહેરાત કરી અને રિલીઝ ડેટ 2026 આપી. સૂત્રોનું માનીએ તો કાર્તિકે આ ડીલ માટે 50 કરોડ રૂપિયા ફી તરીકે લીધા છે. ધર્મા પ્રોડક્શનમાંથી આટલી મોટી રકમ લેવી એ પોતાનામાં જ મોટી વાત છે. જ્યારથી કાર્તિક આર્યનની આ ફિલ્મની ઘોષણા થઈ છે ત્યારથી ચાહકો તેમાં હિરોઈન વિશે અનુમાન લગાવી રહ્યા છે. કારણ કે ફિલ્મમાં હજુ સુધી કોઈ હિરોઈનનું નામ સામે આવ્યું નથી.

જે બાદ ફેન્સ સતત કાર્તિકની એક્સ ગર્લફ્રેન્ડ જ્હાન્વી કપૂર અને સારા અલી ખાનને ફિલ્મમાં સામેલ કરવાની માંગ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પણ આવી કોમેન્ટ્સથી ભરેલું છે. અત્યારે જોવાનું એ રહે છે કે આ ફિલ્મમાં કાર્તિક સાથે મુખ્ય હિરોઈન કોણ હશે.

Advertisement

Advertisement
Tags :
Dharma ProductionsFeeincreaseKarthik AryanNew movie
Advertisement
Next Article