For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

કાર્તિક આર્યન હેરા ફેરી-3માં ‘રાજુ’ના બદલે અન્ય રોલ માટે સાઈન કરાયો હતો

09:00 AM Feb 28, 2025 IST | revoi editor
કાર્તિક આર્યન હેરા ફેરી 3માં ‘રાજુ’ના બદલે અન્ય રોલ માટે સાઈન કરાયો હતો
Advertisement

ફિલ્મ જગતના જાણીતા અભિનેતા પરેશ રાવલે તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં 'ફિર હેરા ફેરી' વિશે પોતાનો અભિપ્રાય શેર કર્યો હતો. આ દરમિયાન તેમણે ફિલ્મની કેટલીક નબળાઈઓ તરફ ધ્યાન દોર્યું હતું. 'ફિર હેરા ફેરી' 2000 ની હિટ ફિલ્મ 'હેરા ફેરી' ની સિક્વલ હતી. તેમાં અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલ મુખ્ય ભૂમિકામાં પાછા ફર્યા હતા. ફિલ્મ સફળ રહી હોવા છતાં, પરેશ રાવલ માને છે કે ફિલ્મને તેની સંપૂર્ણ ક્ષમતા સુધી પહોંચવાની તક મળી ન હતી. આ પાછળનું કારણ તેમણે કેટલાક બિનજરૂરી દ્રશ્યોએ ફિલ્મની વાર્તા બગાડી હતી.
પરેશ રાવલે ખુલાસો કર્યો કે વધુ પડતા આત્મવિશ્વાસની અસર 'ફિર હેરા ફેરી' પર પડી, જેના કારણે ફિલ્મની સાદગી છીનવાઈ ગઈ. પરેશના મતે, તેમને લાગ્યું કે ફિલ્મ બિનજરૂરી દ્રશ્યોથી ભરેલી હતી. પીઢ અભિનેતાએ વધુમાં ઉમેર્યું કે બાબુરાવના પાત્રમાં ઘણી બધી વણખેડાયેલી સંભાવનાઓ રહેલી છે.

Advertisement

'હેરા ફેરી' ફ્રેન્ચાઇઝી વિશે બીજી એક ચર્ચા એ હતી કે કાર્તિક આર્યન ભૂલ ભુલૈયાની જેમ અક્ષય કુમારનું સ્થાન લેશે. જોકે, પરેશ રાવલે સ્પષ્ટતા કરી હતી કે કાર્તિક આર્યનને 'હેરા ફેરી 3' માટે રાજુની ભૂમિકા માટે નહીં, પણ એક અલગ ભૂમિકા માટે સાઇન કરવામાં આવ્યો હતો. પાછળથી, જ્યારે પ્રિયદર્શન ફિલ્મમાં જોડાયા, ત્યારે કાર્તિકને દૂર કરવામાં આવ્યો અને વાર્તા બદલી નાખવામાં આવી છે. પરેશ રાવલે કહ્યું કે કાર્તિકને પહેલા એક અલગ ભૂમિકા માટે સાઇન કરવામાં આવ્યો હતો પરંતુ હવે તે ફિલ્મનો ભાગ નથી. તેમણે એ પણ પુષ્ટિ આપી કે 'હેરા ફેરી 3' માં એ જ જૂના કલાકારો હશે અને ફિલ્મનું શૂટિંગ ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરમાં શરૂ થશે.

Advertisement
Advertisement
Tags :
Advertisement