કર્ણાટક: મિની બસ ટ્રક સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં પાંચ લોકોના મોત
બેંગ્લોરઃ કર્ણાટકના કાલાબુર્ગી જિલ્લાના જેવર્ગી તાલુકાના નેલોગી ક્રોસ નજીક શનિવારે એક મિનિબસ ઉભેલી ટ્રક સાથે અથડાતાં 13 વર્ષની છોકરી સહિત પાંચ લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા.
પોલીસે જણાવ્યું હતું કે બધા મુસાફરો બાગલકોટના રહેવાસી હતા અને કાલાબુર્ગી જિલ્લામાં એક દરગાહ જઈ રહ્યા હતા ત્યારે સવારે લગભગ ૩.૩૦ વાગ્યે અકસ્માત થયો હતો. કાલાબુર્ગીના પોલીસ અધિક્ષક એ શ્રીનિવાસુલુએ જણાવ્યું હતું કે અકસ્માત એટલો ગંભીર હતો કે પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે ઘણા અન્ય મુસાફરો ઘાયલ થયા હતા.
તેમણે કહ્યું કે ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે અકસ્માત બાદ મીની બસનો ડ્રાઈવર ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. પોલીસે જણાવ્યું કે કેસ નોંધવામાં આવ્યો છે અને ફરાર ડ્રાઇવરને પકડવાના પ્રયાસો ચાલી રહ્યા છે.