For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ડોનાલ્ડ ટ્રમ્પના જન્મજાત નાગરિકત્વના આદેશ પર રોક નહીં લગાવી શકે જજ

12:06 PM Jun 28, 2025 IST | revoi editor
ડોનાલ્ડ ટ્રમ્પના જન્મજાત નાગરિકત્વના આદેશ પર રોક નહીં લગાવી શકે જજ
Advertisement

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના બીજા કાર્યકાળના પહેલા જ દિવસે એક મોટા એક્ઝીક્યુટિવ ઑર્ડરને સાઇન કર્યો હતો. જેમાં કહેવાયું હતું કે, અમેરિકામાં જન્મ લેનારા બાળકોને નાગરિકતા નહીં મળે, જેના માતા-પિતામાંથી કોઈપણ એકને અમેરિકાના નાગરિક અથવા લીગલ પર્માનેન્ટ રેજિડેન્ટ (ગ્રીન કાર્ડ હોલ્ડર) નથી. તેનો મતલબ છે કે અમેરિકામાં જન્મના આધાર પર કોઈને ઓટોમેટિકલી નાગરિકતા નહીં મળે. પહેલા અમેરિકામાં જન્મનારા દરેક બાળકોને અહીંની નાગરિકતા આપોઆપ મળી જતી હતી, તેને બર્થરાઇટ સિટિઝનશિપ કહેવામાં આવે છે. ડોનાલ્ડ ટ્રમ્પે તેને ખતમ કરવાનો પ્રયાસ કર્યો હતો.

Advertisement

27 જૂન 2025ના રોજ અમેરિકાની સુપ્રીમ કોર્ટે 6-3ના ચુકાદામાં ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટી તંત્રને સપોર્ટ કરીને મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા નીચલી કોર્ટોને સરકારની નીતિઓમાં દખલ આપતી શક્તિઓને સીમિત કરવાના આદેશ આપ્યા છે. આ કોર્ટના જજોએ ટ્રમ્પના આદેશને લાગુ થતાં રોકી દીધો હતો. સુપ્રીમ કોર્ટે આ જજોને પોતાના આદેશોની મર્યાદા પર ફરી વિચાર કરવા કહ્યું. 6-3ના બહુમતથી સુપ્રીમ કોર્ટે ચુકાદો સંભળાવતા કહ્યું કે, અમેરિકામાં જન્મના આધાર પર નાગરિકતા આપવા વિરુદ્ધ ડોનાલ્ડ ટ્રમ્પ સરકારના નિર્ણય પર ફેડરલ કોર્ટ મોટો ચુકાદો ન સંભળાવી શકે. ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટી તંત્રએ સુપ્રીમ કોર્ટ પાસે માગ કરી હતી કે મેરીલૅન્ડ, મૈસાચુસેટ્સ અને વોશિંગ્ટનના ફેડરલ જજોએ તેમના આદેશને લાગુ કરવા પર રોક લગાવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, નીચલી કોર્ટે પોતાના નિર્ણયોની સમીક્ષા કરવી જોઈએ. હવેથી 30 દિવસ સુધી ટ્રમ્પ સરકારનો ચુકાદો લાગુ નહીં થાય.

ટ્રમ્પના આદેશમાં કહેવામાં આવ્યું હતું કે, નાગરિકતા માટે બાળકોના પરિવારજનોમાંથી ઓછામાં ઓછા એકનું અમેરિકાનું નાગરિક અથવા તો ગ્રીન કાર્ડ હોલ્ડર હોવું જરૂરી છે. જો ડોનાલ્ડ ટ્રમ્પનો આદેશ લાગુ થાય છે તો લગભગ દોઢ લાખ બાળકો અમેરિકાની નાગરિકતાથી વંચિત થઈ જશે. તેના વિરુદ્ધ કેટલાક વિસ્તારોમાં ડેમોક્રેકિટ એટોર્ની જનરલ અને ઇમિગ્રેશન અધિકારીઓ માટે કામ કરનારા વકીલોએ કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા.

Advertisement

સુપ્રીમ કોર્ટની સામે ટ્રમ્પ વહીવટી તંત્રએ કહ્યું હતું કે, ફેડરલ જજ જે રીતે સમગ્ર દેશમાં લાગુ કરવા માટે ચુકાદો સંભળાવી રહ્યા છે જે તેમના અધિકાર ક્ષેત્રની બહારની વાત છે. રાષ્ટ્રપતિને આદેશોને લાગુ કરવાથી ફેડરલ જજ રોકી ન શકે. જ્યારે અન્ય અરજી કરનારાઓનું કહેવું હતું કે, ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટી તંત્ર 14મા સંશોધનનું ઉલ્લંઘન કરી રહ્યું છે. અમેરિકામાં ગુલામીને ખતમ કરવા માટે 1868માં આ કાયદો બનાવાયો હતો કે જો કોઈ પ્રાકૃતિક રીતે અમેરિકામાં જન્મે છે તો તેને અમેરિકાની નાગરિકતા આપવામાં આવશે. ભલે તેના માતા-પિતા કોઈપણ દેશના રહેવાસી હોય.

1898માં અમેરિકાની સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, સાન ફ્રાન્સિસ્કોમાં જન્મેલા વોંગ કિમ આર્કના પેરેન્ટ્સ ચીનથી આવ્યા હતા. પરંતુ વોંગ અમેરિકાના નાગરિક છે. ત્યારે, સુપ્રીમ કોર્ટ આ ચુકાદો 100 વર્ષ જૂના ચુકાદાને પડકારી રહ્યા છે. અમેરિકામાં નાગરિકતાના ઇતિહાસમાં આને મોટો ટર્નિંગ પોઇન્ટ માનવામાં આવી રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે, આ કાયદાનો ખોટો ઉપયોગ થઈ રહ્યો છે. વિદેશી નાગરિક બાળકોને અમેરિકાની નાગરિકતા અપાવવા માટે તેમને અમેરિકામાં જન્મ આપે છે. તેવામાં આ એક લૂપ હોલ છે.

બર્થરાઇટ સિટિઝનશિપનો મતલબ છે કે અમેરિકામાં જન્મનારા દરેક બાળકો, ભલે તેના માતા-પિતાની નાગરિકતા કોઈપણ દેશની હોય, ત્યાં સુધી કે જો તેઓ ગેરકાયદે દેશમાં હોય તો પણ બાળક ઓટોમેટિકલી અમેરિકન નાગરિક બની જતું હતું. આ હક અમેરિકન બંધારણના 14મા સંશોધનમાં આપવામાં આવ્યો છે, જે સિવિલ વોર બાદ લાગુ થયો હતો. પરંતુ ટ્રમ્પના નવા આદેશથી દર વર્ષે અંદાજિત 1,50,000 નવજાત બાળકો અમેરિકાની નાગરિકતાથી વંચિત થઈ જશે. આ ઑર્ડરનો વિરોધ 22 ડેમોક્રેટિક સ્ટેટસના એટોર્ની જનરલ્સ, ઇમિગ્રેન્ટ રાઇટ્સ ગ્રૂપ્સ અને પ્રેગ્નેન્ટ ઇમિગ્રેન્ટ્સે કર્યો હતો.

સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય ટ્રમ્પ માટે મોટી જીત છે, કારણ કે હવે તેમના એક્ઝીક્યુટિવ ઑર્ડરને લાગુ કરવામાં ઓછી સમસ્યા આવશે. જો કે, કોર્ટે હજુ ટ્રમ્પના ઑર્ડરની કાયદાકીય કાયદેસરતા પર કોઈ ચુકાદો આપ્યો નથી અને તેને લાગુ થવામાં હજુ 30 દિવસનો સમય છે. આ દરમિયાન નીચલી કોર્ટો તેના પર ફરી વિચાર કરશે.

Advertisement
Tags :
Advertisement