જેપી નડ્ડાએ મોરેશિયસ-ભારત દેશો વચ્ચેના મજબૂત ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધો પર ભાર મૂક્યો
11:27 AM Sep 17, 2025 IST
|
revoi editor
Advertisement
નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ મોરેશિયસના પ્રધાનમંત્રી નવીનચંદ્ર રામગુલામ સાથે મુલાકાત દરમ્યાન બંને દેશો વચ્ચેના મજબૂત ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધો પર ભાર મૂક્યો. તેમણે ભારત અને મોરેશિયસ વચ્ચેના સ્થાયી,સાંસ્કૃતિક સંબંધો પર પ્રકાશ પાડ્યો.
Advertisement
તેમણે કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ વર્ષની શરૂઆતમાં મોરેશિયસની છેલ્લી મુલાકાત બાદ દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત બન્યા છે.બેઠક દરમિયાન, નડ્ડાએ દ્વિપક્ષી સહયોગમાં તાજેતરમાં જાહેર કરાયેલી પહેલનું સ્વાગત કર્યું, જેમાં મોરેશિયસમાં આયુષ સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના અને નવી SSR રાષ્ટ્રીય હોસ્પિટલ માટે ભારતનો ટેકો સામેલ છે. તેમણે મોરેશિયસમાં પ્રથમ વિદેશી જન ઔષધિ કેન્દ્રના પ્રારંભની પ્રશંસા કરી.
Advertisement
Advertisement
Next Article