ઝારખંડઃ રાહુલ ગાંધીને હેલિકોપ્ટરને ટેક ઓફ કરવાની મંજુરી નહીં અપાતા વિવાદ સર્જાયો
નવી દિલ્હીઃ ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર કરવા ગયેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર શુક્રવારે અટકાવવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે ક્લિયરન્સના અભાવે રાહુલના હેલિકોપ્ટરને ટેક ઓફ કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર મહાગામામાં અટકાવવામાં આવ્યું હતું. દરમિયાન કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે, રાહુલનું હેલિકોપ્ટર લગભગ પોણા કલાક સુધી રોકાયેલું હતું. પીએમ મોદી પણ આજે ઝારખંડમાં પ્રચાર માટે પહોંચ્યા હતા. તેમની ચકાઈમાં જાહેર સભા હતા. આ કારણસર રાહુલ ગાંધીના હેલિકોપ્ટરને ટેક ઓફ કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી.
ગોડ્ડાના મેહરમામાં ચૂંટણી રેલી દરમિયાન રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી પર આકરા પ્રબાર કર્યાં હતા. તેમણે કહ્યું હતું કે, "નરેન્દ્ર મોદી અબજોપતિઓની કઠપૂતળી છે. નરેન્દ્ર મોદી એ જ કરે છે જે અબજોપતિઓ કહે છે. ગરીબોના પૈસા છીનવીને મોદીજીએ અબજોપતિઓના 16 લાખ કરોડ રૂપિયા માફ કર્યા છે.