ઝારખંડઃ લોખંડની ફેક્ટરીની ભઠ્ઠીમાં થયો બ્લાસ્ટ, ચારના મોત
નવી દિલ્હીઃ ઝારખંડના હજારીબાગની એક ફેક્ટરીની ભઠ્ઠીમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો. આ દૂર્ઘટનામાં ચાર વ્યક્તિના મોત થયાનું જાણવા મળે છે. આ બનાવને પગલે સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. આ બનાવની જાણ થતા જ પોલીસ અને વહીવટી તંત્ર ઘટના સ્થળ પર દોડી ગયું હતું. તેમજ બચાવ કામગીરી હાથ ધરી હતી.
ઝારખંડના હજારીબાગમાં એક દુ:ખદ ઘટના બની છે. અહીંની એક લોખંડની ફેક્ટરીમાં ભઠ્ઠીમાં વિસ્ફોટ થવાથી ચારથી વધુ લોકોના મોતની આશંકા છે. આ ઘટના બાદ ફેક્ટરીની બહાર લોકોની ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી. આ અકસ્માતમાં ઘણા કામદારો પણ ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના હજારીબાગના બારહી વિસ્તારની છે. શનિવારે સવારે અહીંની એક ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં ચારથી વધુ લોકોના મોતની આશંકા છે. ઘટનાની માહિતી મળ્યા બાદ ફેક્ટરીની બહાર મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી, પરંતુ ફેક્ટરીનો દરવાજો ખોલવામાં આવ્યો ન હતો.