ઝારખંડઃ સુરક્ષાદળો સાથેની અથડામણમાં 3 નામચીન નક્સલવાદી ઠાર મરાયાં
11:34 AM Sep 15, 2025 IST | revoi editor
Advertisement
નવી દિલ્હીઃ ઝારખંડમાં સુરક્ષા દળોને નક્સલવાદીઓ વિરુદ્ધની કાર્યવાહીમાં મોટી સફળતા મળી છે. હઝારીબાગ પોલીસ, ગિરિડીહ પોલીસ અને CRPFની કોબરા બટાલિયને આજે સવારે એક અથડામણમાં ત્રણ કુખ્યાત નક્સલવાદીઓને ઠાર માર્યા છે.
Advertisement
આ કાર્યવાહીમાં 1 કરોડ રૂપિયાનું ઇનામ ધરાવતો અને માઓવાદીઓની સેન્ટ્રલ કમિટીનો સભ્ય સહદેવ સોરેન, 25 લાખનું ઇનામી નક્સલવાદી રઘુનાથ હેમ્બ્રમ અને 10 લાખનું ઇનામ ધરાવતો બિરસેન ઠાર થયા છે.
આ અથડામણ હઝારીબાગના પાતિતિરીના જંગલોમાં થઈ હતી. પોલીસ અને સુરક્ષા દળોએ નક્સલવાદીઓને જડબાતોડ જવાબ આપીને આ ઓપરેશન સફળ બનાવ્યું હતું. આ કાર્યવાહીને કારણે "લાલ આતંક" તરીકે ઓળખાતા નક્સલવાદી જૂથને મોટો ફટકો પડ્યો છે.
Advertisement
Advertisement