For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

વડોદરામાં આજથી જેતલપુર અને લાલબાગ બ્રિજ એક મહિનો બંધ રહેશે

02:09 PM Jan 17, 2025 IST | revoi editor
વડોદરામાં આજથી જેતલપુર અને લાલબાગ બ્રિજ એક મહિનો બંધ રહેશે
Advertisement
  • બન્ને બ્રિજના મરામતની કામગીરી હાથ ધરાશે
  • પોલીસ કમિશનરે પ્રવેશબંધીનું જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું
  • વાહનો માટે વૈકલ્પિત માર્ગો સુચવાયા

વડોદરાઃ શહેરમાં  જેતલપુર બ્રિજ તેમજ લાલબાગ બ્રિજની મરામત અને રોડ રિસર્ફેસિંગની કામગીરીને લીધે બન્ને બ્રિજ આજે શુક્રવાર સવારથી જ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. પોલીસ કમિશનરના જાહેરનામાં મુજબ આ બન્ને બ્રિજ એક મહિનો બંધ રહેશે. વાહનો માટે વૈકલ્પિત માર્ગે સુચવાયા છે. જેમાં ચકલી સર્કલથી વલ્લભચોક સર્કલ થઇ જેતલપુર બ્રિજ ઉપર થઇ સૂર્યા પેલેસ ચાર રસ્તા થઈ, ભીમનાથ નાકા તરફ અવર જવર કરી શકાશે નહીં તેમજ જેતલપુર બ્રિજ અંડરપાસ તથા અલકાપુરી ગરનાળા અંડરપાસ તેમજ અકોટા દાંડીયાબજાર બ્રિજ થઇ, જે તે તરફ જઇ શકશે.

Advertisement

શહેરના જેતલપુર બ્રિજ તથા લાલબાગ બ્રિજ ઉપર હયાત સરફેસ ઉપર માસ્ટીક કરીને રોડ રિસર્ફેસિંગની કામગીરીને લીધે આજે તા.17/01/2025થી તા.17/02/2025 સુધી બન્ને બ્રિજ વાહનો માટે બંધ રહેશે. બન્ને ઓવરબ્રિજ ઉપર અવરજવર કરતાં તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશબંધી કરવામાં આવી છે.સઆ કામગીરી દરમિયાન શહેરીજનોને અગવડતા ન પડે અને ટ્રાફિક સુચારૂ રીતે ચાલે તે હેતુથી વૈકલ્પિક ટ્રાફિક વ્યવસ્થા અંગેનું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જેથી જેતલપુરબ્રિજ તથા લાલબાગબ્રિજ 17/01/2025થી તા.17/02/2025 સુધી અથવા કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી ટ્રાફિકનું જાહેરનામું અમલમાં રહેશે. વાહનચાલકો જેતલપુર બ્રિજ અંડરપાસ તથા અલકાપુરી ગરનાળા અંડરપાસ તેમજ અકોટા દાંડીયાબજાર બ્રિજ થઇ, જે તે તરફ જઇ શકશે. જ્યારૈ  લાલબાગ બ્રિજ ઉપરથી અવર-જવર કરતાં તમામ પ્રકાર વાહનો અવધુત ફાટકથી લાલબાગ બ્રિજ ઉપર જઇ શકાશે નહીં. તેમજ લાલબાગ બ્રિજ ઉપર ટી પોઇન્ટથી પ્રતાપનગર તરફ જઇ શકાશે નહીં.અવધુત ફાટકથી માંજલપુર સ્મશાન ચાર રસ્તા, માંજલપુર ગામ, સરસ્વતી ચાર રસ્તા,તુલસીધામ ચાર રસ્તા થઇ જે તે તરફ જઇ શકશે. તેમજ અવધુત ફાટકથી લાલબાગ બ્રિજ નીચે થઇ, મોતીબાગ તોપ થઇ જે તે તરફ જઇ શકશે. મોતીબાગ તોપથી લાલબાગ બ્રિજ ઉપર, શ્રેયસ સ્કુલ ત્રણ રસ્તા થઇ જે તે તરફ જઇ શકશે.

Advertisement
Advertisement
Tags :
Advertisement