જાપાન: PM મોદીએ બુલેટ ટ્રેનમાં મુસાફરી કરી, ભારતીય ડ્રાઇવરોને મળ્યા
નવી દિલ્હીઃ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાપાન મુલાકાતનો બીજો દિવસ હતો. પ્રધાનમંત્રી મોદીએ જાપાનના પ્રધાનમંત્રી શિગેરુ ઇશિબા સાથે બુલેટ ટ્રેનમાં મુસાફરી કરી હતી. પ્રવાસ પછી, તેમણે એક સેમિકન્ડક્ટર ફેક્ટરીની મુલાકાત લીધી હતી. તેઓ પૂર્વ જાપાન રેલ્વે કંપનીમાં તાલીમ લઈ રહેલા ભારતીય ટ્રેન ડ્રાઇવરોને પણ મળ્યા હતા. જાપાનના પ્રધાનમંત્રીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મોદી સાથેની તસવીરો શેર કરી હતી. તસવીરો શેર કરતી વખતે, તેમણે લખ્યું હતું કે તેઓ પ્રધાનમંત્રી મોદી સાથે સેન્ડાઈ જઈ રહ્યા છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ શેર કરી હતી અને લખ્યું હતું કે, મોદીએ ટોક્યોમાં જાપાનના સોળ પ્રાંતના રાજ્યપાલોને મળ્યા હતા. વાતચીત દરમિયાન, પીએમ મોદીએ રાજ્યો અને પ્રાંતો વચ્ચે સહયોગની શક્યતાઓ પર ચર્ચા કરી હતી. તેમણે બંને દેશો વચ્ચે રાજ્ય સ્તરીય સહયોગને પ્રોત્સાહન આપવાની પણ અપીલ કરી હતી જે 15મી ભારત-જાપાન વાર્ષિક સમિટ દરમિયાન શરૂ કરાયેલ રાજ્ય-પ્રાંત ભાગીદારી પહેલ હેઠળ આવે છે. ઉપરાંત, પીએમ મોદીએ ભારતીય રાજ્યો અને જાપાની રાજ્યો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું, જેમાં ટેકનોલોજી, નવીનતા, રોકાણ, કૌશલ્ય, સ્ટાર્ટ-અપ્સ અને SME ના ક્ષેત્રોનો સમાવેશ થાય છે.