હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

નાગરિકોને ગુણવત્તાયુક્ત દવાઓ ઓછા ભાવે ઉપલબ્ધ કરાવવા જન ઔષધિ કેન્દ્ર આશીર્વાદરૂપ

06:35 PM Mar 06, 2025 IST | revoi editor
Advertisement

ગાંધીનગરઃ 7મી માર્ચ જન ઔષધિ દિવસ તરીકે સમગ્ર દેશમાં ઉજવાય છે.આજના યુગમાં આરોગ્ય અને દવાઓનો ખર્ચ સામાન્ય નાગરિકો માટે ચિંતાનું કારણ બન્યું છે.

Advertisement

આરોગ્ય મંત્રી  ઋષિકેશ પટેલે જણાવ્યું છે  કે, રાજ્યના  ગરીબ અને મધ્યમવર્ગના નાગરિકોને ગુણવત્તાયુક્ત દવાઓ ઓછામાં ઓછા ભાવે ઉપલબ્ધ કરાવવા જન ઔષધિ કેન્દ્ર આશીર્વાદરૂપ છે. જે માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના (PMBJP) શરૂ કરાઇ છે. જેના પરિણામે સસ્તી દવાઓ દ્વારા દેશમાં આરોગ્ય ક્રાંતિ આવી છે. આ યોજનામાં કેન્દ્ર સરકારે ફ્રેન્ચાઇઝી મોડલ આપનાવ્યું છે જેમાં સંસ્થા અથવા વ્યક્તિગત ઉદ્યોગસાહસિકો દ્વારા જનઔષધિ કેન્દ્ર ખોલવામાં આવે છે. જેના ફળશ્રુતિરૂપે છેલ્લા 10 વર્ષમાં, કેન્દ્રોની સંખ્યામાં 180 ગણો વધારો થયો છે અને વેચાણમાં પણ 200 ગણો વધારો થયો છે. વર્ષ 2014માં માત્ર 80 કેન્દ્રો હતા અને તા. 31જાન્યુઆરી 2025 સુધીની સ્થિતિએ સમગ્ર દેશમાં 15000  જનઔષધિ કેન્દ્રો અને પ્રાથમિક કૃષિ ધિરાણ સોસાયટી શ્રેણીમાં 719  જન ઔષધિ કેન્દ્રો કાર્યરત છે. જ્યારે ગુજરાતમાં 750થી વધું કેન્દ્રો સેવારત છે.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને આરોગ્ય મંત્રી  ઋષિકેશ પટેલના માર્ગદર્શનમાં રાજ્યના છેવાડાના નાગરિકોને પણ ગુણવત્તાયુક્ત દવાઓ ઓછામાં ઓછા ભાવે મળી રહે તે માટે નિરંતર પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સાથોસાથ ગુણવત્તા ફક્ત ઊંચી કિંમતનો પર્યાય છે તેવી ધારણાને જડમૂળથી ખત્મ કરવા તેમજ નવા જન ઔષધિય કેન્દ્ર ખોલવા નાગરિકોને પ્રોત્સાહન પણ કરવામાં આવી રહ્યો છે. ઉપરાંત, નાણાકીય વર્ષ 2023-24માં  PMBJP રૂ.1,470 ૦ કરોડ (એમઆરપી પર)નું વેચાણ કર્યું છે. જેના કારણે નાગરિકોને આશરે 7350  કરોડ રૂપિયાની બચત થઈ છે. ચાલુ નાણાકીય વર્ષ 2024-25માં, PMBJPમાં તા. 31-01-2025  સુધીમાં રૂ.1606  કરોડ (એમઆરપી પર)નું વેચાણ કર્યું છે. આ ઉમદા યોજનાના પરિણામે નાગરિકો માટે 30,000  કરોડ રૂપિયાનું ભંડોળ શક્ય બન્યું છે.

Advertisement

આઇટી આધારિત મોબાઇલ ઇન્ટરફેસને સરળ બનાવવા માટે, મોબાઇલ એપ્લિકેશન "જન ઔષધિ સુગમ"માં ગૂગલ મેપ દ્વારા નજીકના જન ઔષધિ કેન્દ્ર અને જેનેરિક દવાઓ શોધવા સાથે જ, એમઆરપીના સંદર્ભમાં જેનેરિક વિરુદ્ધ બ્રાન્ડેડ દવાઓની કિંમતોની તુલના કરવી જેવી વિવિધ વપરાશકર્તા- મૈત્રીપૂર્ણ વિકલ્પો વિકસાવવામાં આવ્યા છે.

આ ઉમદા પ્રોજેક્ટને પ્રોત્સાહન આપવા માટે વડાપ્રધાનએ દર વર્ષે 07 માર્ચને જન ઔષધિ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે. આ દિવસ જેનેરિક દવાઓને પ્રોત્સાહન તેમજ આ યોજના વિશે જાગૃતિ લાવવાના ઉમદા આશયથી ઉજવવામાં આવે છે.

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratigujaratGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSmore than 750 Jan Aushadhiya KendrasMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article