જામનગરઃ હાપા માર્કેટ યાર્ડ માર્ચ એન્ડિંગની કામગીરીના કારણે બંધ રહેશે
ગાંધીનગરઃ જામનગરમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (હાપા માર્કેટ યાર્ડ) માં માર્ચ એન્ડીંગના કારણે તા. 23 માર્ચ થી તા.31 માર્ચ સુધી હરાજી-આવકનું કામકાજ બંધ રાખવામાં આવશે. માર્ચ એન્ડિંગ પહેલા હાપા માર્કેટિંગ યાર્ડના ચેરમેન મુકુંદ સભાયા અને સભ્યો દ્વારા વેપારીઓ સાથે બેઠક યોજ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
તા. 1 એપ્રિલથી રાબેતા મુજબ હાપા યાર્ડની કામગીરી શરૂ કરવામાં આવશે
જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં માર્ચ એન્ડીંગના કારણે હિસાબ-કિતાબ માટે તા. 23 માર્ચ થી તા. 31 માર્ચ સુધી તમામ પ્રકારની જણસીની આવક તથા હરાજીની કામગીરી બંધ રાખવામાં આવશે છે. જોકે તા.23 ના રવિવાર હોવાથી જાહેર રજા છે અને તા. 24 થી યાર્ડમાં કામકાજ બંધ કરવામાં આવશે અને તા.31 માર્ચ સુધી યાર્ડ બંધ રહેશે. જે તા. 1 એપ્રિલથી રાબેતા મુજબ હાપા યાર્ડની કામગીરી શરૂ કરવામાં આવશે.
અઠવાડીયા સુધી ખેડુતોએ તેમનો માલ વેંચવા માટે હાપા યાર્ડમાં નહીં લાવવો
એક તરફ ઘઉં, મરચા, જીરૂ જેવા પાકની સિઝન ચાલી રહી છે. ત્યારે આગામી તા. 23 થી 31 માર્ચ સુધી હાપા માર્કેટીંગ યાર્ડમાં હિસાબ કીતાબોનું કામકાજ રહેવાનું હોય અઠવાડીયા સુધી ખેડુતોએ તેમનો માલ વેંચવા માટે હાપા યાર્ડમાં ના લાવવા માટે યાર્ડના સેક્રેટરી હિતેશભાઈ પટેલે એક યાદીમાં જણાવ્યું છે.