For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

જામનગરઃ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે ભવ્ય લોકમેળાનું આયોજન, રૂ. 10 કરોડ નો વીમો ઉતારાયો

12:08 PM Aug 07, 2025 IST | revoi editor
જામનગરઃ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે ભવ્ય લોકમેળાનું આયોજન  રૂ  10 કરોડ નો વીમો ઉતારાયો
Advertisement

રાજકોટઃ સૌરાષ્ટ્રના લોકમેળાઓની પરંપરાને જાળવી રાખતા, જામનગર મહાનગરપાલિકા દ્વારા આ વર્ષે પણ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 10મી ઓગસ્ટથી 24મી ઓગસ્ટ સુધી બે સપ્તાહ ચાલનારા આ મેળામાં લોકોની સુરક્ષાને પ્રાધાન્ય આપવા માટે, મનપા દ્વારા ₹10 કરોડનો વીમો ઉતારવામાં આવ્યો છે. આ રકમ ગયા વર્ષના ₹5 કરોડના વીમા કરતાં બમણી છે.

Advertisement

લોકમેળાની તૈયારીઓની સમીક્ષા કરવા માટે મનપાના કમિશનર ડી.એન. મોદી સહિતના ઉચ્ચ અધિકારીઓએ સ્થળની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન, કમિશનરે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે મેળામાં ખાણી-પીણી, મનોરંજન રાઈડ્સ સહિત કુલ 43 પ્લોટ ફાળવવામાં આવ્યા છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મેળા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ફાયર, સિક્યુરિટી અને હેલ્થ સહિતની તમામ ટીમો ખડેપગે રહેશે. મનપા દ્વારા લેવામાં આવેલો ₹10 કરોડનો વીમો એ મેળામાં આવતા હજારો લોકોની સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ નિર્ણયથી મેળામાં આવનારા લોકોમાં સુરક્ષાની ભાવના વધુ દૃઢ થશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement