For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

જામનગરઃ સુવરડા ગામની સીમમાં ફાઈટર પ્લેન ક્રેશ, પાઇલટનું મોત

12:26 PM Apr 03, 2025 IST | revoi editor
જામનગરઃ સુવરડા ગામની સીમમાં ફાઈટર પ્લેન ક્રેશ  પાઇલટનું મોત
Advertisement

રાજકોટઃ જામનગરના સુવરડા ગામે એક ફાઈટર પ્લેન ક્રેશ થયું હોવાનું સામે આવ્યું છે. પ્લેન ક્રેશ થવાને કારણે ભારે આગ લાગી અને દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા ઉડ્યા હતા. સાથે જ સ્થળ પર મોટી સંખ્યામાં ગામના લોકો એકઠા થઈ ગયા હતા.

Advertisement

જામનગરના કાલાવડ રોડ પર આવેલા સુવરડા ગામની સીમમાં પ્લેન ક્રેશ થયું હતું. આ અંગે મળતી માહિતી મુજબ આ દુર્ઘટનામાં એક પાઇલટનું મોત થયું છે. જ્યારે એકને સારવાર હેઠળ ખસેડાયો છે. બીજી તરફ જે વિસ્તારમાં પ્લેન ક્રેશ થયું હતુ, તે સમગ્ર વિસ્તાર આગની લપેટમાં આવી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ એસપી, કલેક્ટર સહિતનો કાફલો હાલ સ્થળપર દોડ્યો હતો.

ગામની સીમમાં પ્લેન ધડાકાભેર ક્રેશ થયું અને પ્લેન ક્રેશ થતાની સાથે જ વિકરાળ આગ ફેલાઈ હતી. જેમાં આ આગને કારણે દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા ઉડતા નજરે પડ્યા હતા. ઘટનાની જાણ થતા જ કલેક્ટર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતીને પોલીસ દ્વારા સંભાળવામાં આવી હતી. બીજી તરફ ગામની સીમમાં પ્લેન ક્રેશ થતાની સાથે ગામમાં દોડધામ મચી ઉઠી હતી અને લોકો સ્થળ પર પહોંચ્યા હતા.

Advertisement

સમગ્ર મામલે જામનગર એસપી દ્વારા માહિતી આપવામાં આવી છે, કે આ ફાઈટર પ્લેનમાં 2 પાયલટ હાજર હતા. પ્લેન ક્રેશ થયા બાદ પ્લેનનાં ટુકડે ટુકડા થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ તંત્ર પણ તુરંત ઘટના સ્થળ પર પહોંચ્યું હતું.

Advertisement
Tags :
Advertisement