જમ્મુ-કાશ્મીરઃ સુરક્ષા અને આતંકીઓ વચ્ચે ઘર્ષણ, એક આતંકવાદી ઠાર
નવી દિલ્હીઃ ભારતીય સેના અને જમ્મુ કાશ્મીર પોલીસે ઈન્ટેલિજન્સ ઈનપુટના આધારે શ્રીનગરના હરવાનમાં સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું હતું. આ ઓપરેશનમાં તેમણે એક આતંકીને ઠાર કર્યો છે. આ સર્ચ દરમિયાન આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જે બાદ જવાબી કાર્યવાહીમાં ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસે એક આતંકીને ઠાર કર્યો છે.
કાશ્મીર ઝોન પોલીસે નિવેદન જારી કર્યું છે
કાશ્મીર ઝોન પોલીસે તેના નિવેદનમાં કહ્યું છે કે વિશેષ ગુપ્ત માહિતીના આધારે સુરક્ષા દળોની સંયુક્ત ટીમોએ ડાચીગામના જંગલના ઉપરના વિસ્તારોમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સંપર્ક સ્થાપિત કરવામાં આવ્યો છે. અભિયાન ચાલુ છે.
શ્રીનગરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે
ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસે હરવનમાં સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું હોવાથી સુરક્ષા વધારી દેવામાં આવી છે. પોલીસ દ્વારા એન્કાઉન્ટર સ્થળ તરફ જતા તમામ રસ્તાઓ સીલ કરી દેવામાં આવ્યા છે. દચીગામના જંગલમાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો.
જબરવાનની ટેકરીઓ વચ્ચે છુપાયેલા આતંકવાદીઓ
જ્યાં આ એન્કાઉન્ટર થઈ રહ્યું છે તે વિસ્તાર દચીગામ નેશનલ પાર્કનો એક ભાગ છે. આ ભાગ જબરવાનની ટેકરીઓ વચ્ચે આવેલો છે. આતંકવાદીઓ આ વિસ્તારનો ઉપયોગ બાંદીપોર-કાંગન-ગાંદરબલ થઈને દક્ષિણ કાશ્મીર અથવા દક્ષિણ કાશ્મીરથી ગાંદરબલ થઈને બાંદીપોર જવા માટે કરે છે.