પાકિસ્તાની ગોળીબારમાં જમ્મુ-કાશ્મીરના એક અધિકારીનું મોત
જમ્મુ અને કાશ્મીરના રાજૌરીમાં પાકિસ્તાની ગોળીબારમાં અધિક જિલ્લા વિકાસ કમિશનર રાજ કુમાર થપ્પાનું મોત થયું. જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ X પર પોસ્ટ કરીને આ માહિતી આપી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજૌરીના એડિશનલ ડેપ્યુટી કમિશનર રાજ કુમાર થાપા અને તેમના બે સ્ટાફ રાજૌરી શહેરમાં તેમના નિવાસસ્થાન પર ગોળીબારથી ગંભીર રીતે ઘાયલ થયા હતા.
પાકિસ્તાને નાગરિક વિમાનની આડમાં હુમલો કર્યો હતા. આવી સ્થિતિમાં, ભારતે નાગરિક સલામતી સુનિશ્ચિત કરતી વખતે ચોકસાઈ સાથે પગલાં લીધાં છે. પાકિસ્તાને ભારતીય લશ્કરી સ્થાપનોનો નાશ કરવાના ખોટા દાવા ફેલાવ્યા છે. કુપવાડા, બારામુલ્લા, રાજૌરી અને પૂંછમાં તોપો અને મોર્ટારથી ભારે ગોળીબાર થયો અને ભારતે પણ વળતો જવાબ આપ્યો અને પાકિસ્તાની સેનાને ભારે નુકસાન પહોંચાડ્યું છે. પાકિસ્તાનનો ઈરાદો ઉશ્કેરવાનો છે. ભારતીય સશસ્ત્ર દળો સંપૂર્ણપણે તૈયાર છે. ભારતીય સશસ્ત્ર દળો સંઘર્ષ વધારવા માંગતા નથી, પરંતુ આ પાકિસ્તાનનો ઈરાદો છે.