For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

જમ્મુ-કાશ્મીરઃ સુરક્ષા દળો સાથેની અથડામણમાં હિઝબુલનો કુખ્યાત આતંકી મરાયો ઠાર

02:46 PM Dec 19, 2024 IST | revoi editor
જમ્મુ કાશ્મીરઃ સુરક્ષા દળો સાથેની અથડામણમાં હિઝબુલનો કુખ્યાત આતંકી મરાયો ઠાર
Advertisement
  • સુરક્ષા દળોને સ્થળ પરથી મળ્યાં આતંકીઓના ઓળખ કાર્ડ
  • આર્મીએ સમગ્ર વિસ્તારમાં સર્ચ અભિયાન શરૂ કર્યું

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં પાંચ આતંકવાદીઓ ઠાર મરાયાં છે. સુરક્ષા દળોને ઘટના સ્થળ પરથી આતંકવાદીઓના ઓળખકાર્ડ મળી આવ્યાં હતા. આ આતંકવાદીઓમાં હિઝબુલનો કુખ્યાત ફારુખ પણ ઠાર મરાયો છે. ફારૂખ લાંબા સતત આતંકવાદી ઘટનાઓને અંજામ આપી રહ્યો હતો. એટલું જ નહીં તે હિઝબુલનો લાંબા સમય સુધી જીવીત આતંકવાદી હોવાનું જાણવા મળે છે. ઉચ્ચ અધિકારીના જણાવ્યા અનુસાર કુલગામના કાદર વિસ્તારમાં ઘેરાબંધી અને તપાસ અભિયાન દરમિયાન આ અથડામણ થઈ હતી.

Advertisement

સેનાએ જણાવ્યું હતું કે, આર્મી અને જમ્મુ-કાશ્મીર પોલીસને કાદર બેહીબાગામાં આતંકવાદીઓની હાજરી વિશે ગુપ્ત માહિતી મળી હતી. જેથી તેમને ઝડપી લેવા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. શ્રીનગર સ્થિત સેનાના ચિનાર કોરએ જણાવ્યું હતું કે, સતર્ક જવાનોએ શંકાસ્પદ ગતિવિધી જોવા મળી હતી, તેમજ આતંકવાદીઓએ પડકાર ફેંક્યો હતો. દરમિયાન ગોળીબાર કરવામાં આવ્યો હતો. આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કરતા સુરક્ષી જવાનોએ જવાબી કાર્યવાહી કરી હતી. હજુ સમગ્ર વિસ્તારમાં આતંકવાદીઓને ઝડપી લેવા માટે તપાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement