જમ્મુ-કાશ્મીરઃ 370 નાબુદ થયા બાદ પ્રથમવાર મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ રજુ કર્યું બજેટ
જમ્મુઃ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ શુક્રવારે જમ્મુ અને કાશ્મીરનું છ વર્ષમાં પહેલું બજેટ રજૂ કર્યું અને તેને આર્થિક વિકાસ માટેનો રોડમેપ તથા લોકોની આકાંક્ષાઓનું સાચું પ્રતિબિંબ ગણાવ્યું હતું. વિધાનસભામાં બજેટ રજૂ કરતી વખતે, સીએમ ઓમર અબ્દુલ્લાએ વિવિધ ક્ષેત્રોમાં તેમના સમર્થન બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણનો આભાર માન્યો હતો.
સીએમ અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે, જમ્મુ અને કાશ્મીરના નાણામંત્રી તરીકે પહેલું બજેટ રજૂ કરતા મને આનંદ થઈ રહ્યો છે. તે આર્થિક વિકાસ માટેનો રોડમેપ છે અને લોકોની આકાંક્ષાઓનું સાચું પ્રતિબિંબ છે. જેમણે પોતાના બજેટ ભાષણની શરૂઆત ફારસી કવિતાથી કરી હતી.
ગયા વર્ષે ઓક્ટોબરમાં નેશનલ કોન્ફરન્સ સરકાર સત્તામાં આવ્યા પછી આ પહેલું બજેટ છે, જેમાં છ વર્ષ પછી કેન્દ્રીય શાસનનો અંત આવ્યો હતો. 5 ઓગસ્ટ, 2019 ના રોજ જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવામાં આવી હતી અને પીડીપી-ભાજપ સરકાર હેઠળ છેલ્લું બજેટ સત્ર 2018 માં યોજાયું હતું.
મુખ્યમંત્રી અબ્દુલ્લાએ ગૃહમાં કહ્યું કે આપણા પડકારો વિશાળ છે અને આપણી મર્યાદાઓ ઘણી છે, પરંતુ આપણે એક થવું જોઈએ અને આ પડકારોનો હિંમતભેર સામનો કરવાનો સંકલ્પ કરવો જોઈએ. અમે આ પહેલા બજેટને આપણા લોકોના સપના, આપણી ભાવિ પેઢીઓની જરૂરિયાતો અને જમ્મુ અને કાશ્મીરના દરેક નાગરિકની આકાંક્ષાઓનું સાચું પ્રતિબિંબ બનાવવાનો પ્રયાસ કર્યો છે.
જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવો એ લોકોની ઊંડી આકાંક્ષા છે અને અમારી સરકાર તેને પૂર્ણ કરવા માટે કટિબદ્ધ છે. બજેટ રજૂ કરતા પહેલા અબ્દુલ્લાએ એક પોસ્ટમાં કહ્યું હતું કે તેમણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે તેઓ એક દિવસ બજેટ રજૂ કરશે.
તેમણએ કહ્યું હતું કે, સાત વર્ષ પહેલાં, હું મજાકમાં એવું ડોળ કરી રહ્યો હતો કે નાણામંત્રીઓ વિધાનસભા અને સંસદમાં બજેટ રજૂ કરવા માટે પોતાના બ્રીફકેસ ઉપાડી રહ્યા છે. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું ખરેખર આ કરીશ. તેમણે એક ફોટો પણ શેર કર્યો જેમાં તેઓ સ્વર્ગસ્થ ભાજપ નેતા દેવેન્દ્ર સિંહ રાણા સાથે બ્રીફકેસ લઈને ચાલી રહ્યા હતા.
- જમ્મુ અને કાશ્મીર બજેટના મહત્વપૂર્ણ મુદ્દાઓ
કૃષિ માટે 815 કરોડ રૂપિયાની ફાળવણી
2.88 લાખ યુવાનો માટે રોજગારીનું સર્જન
પર્યટન માટે 390.20 કરોડ રૂપિયાની જોગવાઈ
4-5 લાખ રૂપિયાનો આરોગ્ય વીમો
આરોગ્ય ક્ષેત્રમાં સુધારો (બે એઈમ્સ, 10 નવી નર્સિંગ કોલેજો)
ફિલ્મ નીતિનો પ્રારંભ (જેનો ઉદ્દેશ્ય તેને રમતગમત અને ઇકો-ટુરિઝમનું કેન્દ્ર બનાવવાનો છે)