For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ભારતમાં ભાંગફોડ માટે જૈશ-એ-મોહમ્મદ આત્મઘાતી ટીમ તૈયાર કરી રહ્યું છે, તપાસમાં ખુલાસો

02:26 PM Nov 19, 2025 IST | revoi editor
ભારતમાં ભાંગફોડ માટે જૈશ એ મોહમ્મદ આત્મઘાતી ટીમ તૈયાર કરી રહ્યું છે  તપાસમાં ખુલાસો
Advertisement

નવી દિલ્હીઃ આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ ભારતમાં ફિદાયીની ટીમ તૈયાર કરવા માટે મોટા પાયે ફંડ ઉઘરાવી રહ્યાનું જાણવા મળે જૈશ-એ-મોહમ્મદના ડિજીટલ હવાલાના સરળ બનાવવા માટે પાકિસ્તાનના ડિજીટલ એપ સદાપે જેવા વોલેટના મારફતે ડોનેશન લેવા અને પોતાની આતંકી પ્રવૃતિ માટે ફંડ એકત્ર કરવાની જાહેરાત કરી છે. જૈશ એ મોહમ્મદએ તુહફત ઉલ મોમિનાત નામનો એક ઓનલાઈન કોર્સ શરૂ કર્યો છે. લાલ કિલ્લા બ્લાસ્ટની તપાસ કરતી એજન્સીઓની તપાસમાં ખુલ્યું છે કે, ફિદાયીની એટેકનું બ્લૂ પ્રિંટ પાકિસ્તાનમાં આ વર્ષે જ તૈયાર કર્યો છે.

Advertisement

સુત્રોના જણાવ્યા અનુસાર તપાસનીશ એજન્સીઓને આ મામલે ચોંકાવનારી મળી છે. લાલ કિલ્લા બ્લાસ્ટના 15 દિવસ પહેલા જ ઓક્ટોબરના અંતિમ સપ્તાહમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદએ તુહફત ઉલ મોમિનાત નામનો એક ઓનલાઈન કોર્સ શરૂ કર્યો છે. આ કોર્સ ખાસ કરીને મહિલાઓ માટે ડિઝાઈન કરાયો છે. તપાસ એજન્સીઓ સાથે જોડાયેલા સુત્રોએ જણાવ્યું હતું કે, આ ઓનલાઈન કોર્સનો ઈરાદો ધાર્મિક અને જેહાદી તાલીમ આપવાની સાથે-સાથે સંગઠનની પ્રવૃતિઓ માટે નાણા એકત્ર કરવામાં આવી રહ્યાં છે.  દિલ્હી બ્લાસ્ટ મામલે ઉમરનો એક વીડિયો સામે વ્યો છે જે બાદ વધુ ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આતંકી ડોકટર ઉમર હુમલાના પહેલા પુલવામા ખાતે પોતાના ઘરે ગયો હતો.

આતંકી ડોકટર ઉમર પાસે બે મોબાઈલ ફોન હતા. જે પૈકી એક ફોન પોતાના ભાઈને આપ્યો હતો અને કહ્યું હતું કે, જો મને લઈને કોઈ સમાચાર આવે તો આ ફોનને ફેંકી દેજો. આ ફોન આતંકી ઉમરને પોતાના ભાઈ ઝહૂર ઈલાહીએ તા. 26થી 29 ઓક્ટોબર વચ્ચે આપ્યો હતો. જ્યારે ઉમરના સાથીઓની ધરપકડની ખબર પડતા ઝહૂરએ ઘર નજીક આવેલા તળાવમાં ફેંકી દીધો હતો. આ ફોન સુરક્ષા એજન્સીઓએ જપ્ત કર્યો છે. આ ફોનમાંથી ઉમરનો વીડિયો મળ્યો છે જેમાં તે ફિદાયીન હુમલાને યોગ્ય ગણાવે છે.

Advertisement

Advertisement
Advertisement