પોલીસની ઓળખ આપીને 50 લાખની ખંડણી માગવાના કેસમાં જેલના હલાવદાર સસ્પેન્ડ
- ભરૂચથી કારમાં મહિલા સાથે આવેલા વેપારીને પોલીસ હોવાનું કહી અપહરણ કર્યુ હતું,
- ફરિયાદીને ગુનામાં ફીટ કરી દેવાની ધમકી આપી રૂપિયા 4.50 લાખ પડાવ્યા હતા,
- 4 શખસોમાં બેની પોલીસે કરી ધરપકડ, જેલનો હવાલદાર સામેલ હોવાથી સસ્પેન્ડ કરાયો
વડોદરાઃ ભરૂચથી એક વેપારી તેના મહિલા મિત્ર સાથે કારમાં વડોદરા આવ્યા હતા. મહિલા મિત્રને એમએસ યુનિવર્સિટીમાં પ્રવેશ અપાવવાનપં કામ પૂર્ણ કરીને ભરૂચ જવા રવાના થતાં જ એક કારમાં આવેલા શખસોએ આંતરીને વેપારીની કારને રોકાવીને પોતે અમદાવાદ એસઓજી પોલીસ હોવાની ઓળખ આપીને વેપારીનું અપહરણ કર્યુ હતું. અને જૂદા જૂદા ગુનામાં ફીટ કરી દેવાની ધમકી આપીને રૂપિયા 50 લાખની ખંડણી માગવામાં આવી હતી. અને ત્યારબાદ રૂપિયા 4.50 લાખનો તોડ કર્યો હતો. આ બનાવની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે બે શખસોને પકડી લીધા હતા. જ્યારે બે શખસો ફરાર હતા. આ કેસમાં સંડોવાયેલા વડોદરા સેન્ટ્રલ જેલના હવલદાર યાજ્ઞિક ચાવડાને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. આ અપહરણ અને ખંડણી કેસમાં બે પોલીસ કર્મચારીઓ સંડોવાયેલા હોવાનું બહાર આવતાં ખળભળાટ મચી ગયો હતો.
વડોદરા આવેલા ભરૂચના યુવકનું અપહરણ કર્યા બાદ 50 લાખની ખંડણી માંગી રૂપિયા 4.50 લાખ રૂપિયા પડાવી લેનાર પોલીસ કર્મચારી સહિતના આરોપીઓ પૈકીના બે આરોપીની પોલીસે ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યાં છે. જ્યારે હવાલદાર સહિત બે આરોપી ફરાર છે. આ ઘટનામાં હાલમાં જેલમાં હવાલદાર તરીકે ફરજ બજાવતા અને કેસમાં સંડોવાયેલ યાજ્ઞિક ચાવડાને આખરે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. જ્યારે અન્ય પોલીસ કર્મી સહિત આરોપીની શોધખોળ ચાલી રહી છે.
આ કેસની વિગત એવી હતી કે, ભરૂચ જિલ્લાના શેરપુરા રોડ પર આવેલી મદીના પાર્ક સોસાયટીમાં રહેતા અફાન ઉસ્માન કાનીનું ત્રણ જણાએ અમદાવાદ એસઓજી પોલીસ હોવાની ઓળખ આપી યુવકની મહિલા મિત્રને અન્ય કારમાં અપહરણ કરી લઇ ગયાં હતા, ત્યારબાદ 50 લાખની માગણી કરી હતી. 50 લાખ આપવા પડશે, નહી તો તારા પર ખોટા કેસ કરી ફસાવી દઇશુ તેવી ધમકી આપી હતી. ત્યારબાદ યુવકની પાસેથી સાડા ચાર લાખ રૂપિયા બળજબરીથી પડાવી લીધા હતા. આ કેસમાં પોલીસે સેન્ટ્રલ જેલમાં હવાલદાર તરીકે ફરજ બજાવતા યાજ્ઞિક ચાવડા અને કે. ડી. કુંભાર તેમજ આફતાબ પઠાણ અને અન્ય એક મળી સહિત ચાર લોકો સામે અપહરણ તથા ખંડણીનો ગુનો દાખલ કર્યો હતો. ડીસીપી ઝોન -3 અભિષેક ગુપ્તા દ્વારા અલગ અલગ ટીમો બનાવીને અપહરણકારો પૈકીના બે આરોપી યાજ્ઞિક ચાવડા તથા આફતાબ નઇમખાન પઠાણ ધરપકડ કરી લેવામાં આવી હતી. જ્યારે કાના દાના કુંભાર સહિત બેને વોન્ટેડ જાહેર કર્યા છે અને તેમની અલગ અલગ ટીમો દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે.